Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વમાં હોટેસ્ટ પ્લેસ ગણાતા સહારા રણમાં કેમ ભારે બરફવર્ષા થઇ?

- ૧૯૭૯માં સહારાના રણમાં પ્રથમવાર વાર બરફ વર્ષા થઇ હતી

- એટલાસ માઉન્ટેન રેન્જ અને ડેઝર્ટના તાપમાનની અસમતૂલા જવાબદાર

ન્યૂયોર્ક, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

વિશ્વમાં સહારાનું રણ સૂકા હવામાન અને ઉંચા તાપમાન માટે ફેમસ છે. લાખો ચોરસ કિમી વર્ગમાં ફેલાયેલા સહારાના રણમાં ૧૮ ઇંચ બરફ વર્ષા થતા ચર્ચામાં છે. નિષ્ણાતોનું  માનવું છે કે આ એક રેર વેધર ઇવેન્ટ હોવા છતાં તે ના જ બને એવું પણ નથી. ૩૭ વર્ષ પહેલા ૧૮ ફેબુ્રઆરી ૧૯૭૯ના રોજ સહારાના રણમાં પહેલી વાર બરફ વર્ષા થઇ હતી.

ખાસ કરીને દક્ષિણ અલ્જીરિયામાં ભારે બરફ પડતા ગેટ વે ઓફ ધ ડેઝર્ટ ગણાતા આઇસેફ્રા ટાઉનમાં અડધો કલાક ટ્રાફિક થંભી ગયો હતો. ઉમરલાયક માણસોએ પોતાની હયાતીમાં જોયેલી પ્રથમ બરફવર્ષા હતી. એ સમયે અનેક પૃથ્થકરણ અને સંશોધનો થયા પરંતુ ચોકકસ કારણ પર આવી શકાયું ન હતું.

છેલ્લા બે વર્ષથી સહારાના રણમાં બરફ વર્ષાની ઘટના બનતી રહી છે  જયારે તાજેતરમાં ૯ જાન્યુઆરી ૨૦૧૮ની બરફવર્ષા રેકોર્ડ તોડનારી છે. એવું તો શું કારણ છે કે વિશ્વમાં હોટેસ્ટ પ્લેસ ગણાતા વિસ્તારમાં ભારે બરફ પડવા લાગ્યો છે. ખાસ કરીને સહારા રણના નિચાણવાળા ભાગમાં તો સ્નોફોલએ ખૂબજ દૂર્લભ ઘટના ગણાય છે. અલ્જીરિયાનું આઇસેફ્રા એટલાસ માઉન્ટેન રેન્જ અને ડેઝર્ટ વચ્ચેના યુનિક લોકેશન પર વસ્યું છે.

૨૫૦૦ કિમી લંબાઇ ધરાવતી આ રેન્જની ઉંચાઇ પર ખૂબજ ગરમી અને ઠંડી રહે છે. ઉનાળામાં તાપમાન ઉંચું રહે જ છે આ ઉપરાંત શિયાળામાં પણ તાપમાનમાં મોટા પાયે ફેરફાર થતા રહે છે.ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અતિ ઠંડી રહે છે. માઉન્ટેન રેંજ અને ડેઝર્ટ વચ્ચેના તાપમાનની અસમતૂલા વધવાને સ્નો ફોલ સાથે સંબંધ છે.


ચીલીના ડેઝર્ટમાં પણ બરફ વર્ષાની ઘટના બને છે
સહારા ઉપરાંત વિશ્વના બીજા કેટલાક રણ વિસ્તારોમાં પણ બરફવર્ષા નોંધાયેલી છે.ચીલીનું એટકામા રણ વિશ્વના સૂકા વિસ્તારોમાંનું એક છે. એન્ટાર્ટિકા તરફ અતિ કોલ્ડ વાતાવરણ ઊભું થાય ત્યારે એન્ડિઝ માઉન્ટેનને પાર કરીને ચીલીના ડેઝર્ટ તરફ આવે ત્યારે બરફ પડે છે. ૨૦૧૬માં સાઉદી અરેબિયાના પશ્ચીમ ભાગમાં પણ બરફવર્ષા થતા તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચી ગયું હતું. તેને આર્કેટિકના બરફના પીગળવા સાથે સાંકળવામાં આવતું હતું.આ રેર વેધર ઇવેન્ટ વધતી જાય ત્યારે ચિંતાનો વિષય બને છે.

Post Comments