Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ALS નામના રોગને હંફાવીને 76 વર્ષ સુધી જીવ્યા સ્ટીફન હોકિંગ

- જીવન અંગે ઉમ્મીદ તો મેં 21 વર્ષે છોડી દીધી હતી- એ પછી જે મળ્યુ એ બોનસ છેઃ સ્ટીફન હોકિંગ્સ

- 21 વર્ષની ઉંમરે નિદાન થયુ હતુ કે બે વર્ષથી વધુ નહીં જીવે

અમદાવાદ, તા. 14 માર્ચ 2018, બુધવાર

મોતને હંફાવીને જગતને બ્રહ્માંડ બતાવનાર સ્ટીફન હોકિંગ જગતને અલવિદા કહીને અનંતની વાટ પકડી છે. સ્ટીફન હોકિંગના મગજ સિવાયના અંગો કામ નહોતા કરતા માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ Amyotrophic Lateral Sclerosis (ALS)નામની ગંભીર બીમારીનો ભોગ બન્યા હતા.

આ બિમારીમાં માણસના શરીરના એક પછી એક બધા અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને અંતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. ડોક્ટરે પણ સ્ટીફન હોકિંગની બીમારી વિશે આ જ નિદાન આપ્યુ હતુ અને બે વર્ષમાં તેની જીવનલીલા સંકેલાઈ જશે તેમ જણાવ્યુ હતુ.

આ બીમારી બાદ સ્ટીફન હોકિંગની હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ તેઓ વધુને વધુ અશક્ત થતા ગયા. તેમને ચાલવા માટે કાખઘોડીની જરૂર પડવા માંડી એ બાદ  એક પછી એક શરીરના તમામ અંગોએ સ્ટીફન હોકિંગનો સાથ આપવાનું છોડી દીધુ. તેઓ એક જીવતી લાશ બન ગયા હતા.

પણ સ્ટીફન હોકિંગે પોતાની શારીરિક ખામી અને વિકલાંગતાને પોતાના ઉપર હાવી ન થવા દીધી અને તેણે તેમના રિસર્ચ અને સામાન્ય જીવનને જેમ હતુ તેમ ચાલુ જ રાખ્યુ.

સ્ટીફન હોકિંગની આસપાસના દરેક જણને આ યુવાનની દયા આવતી હતી પરંતુ સ્ટીફન હોકિંગ એક નવી જ દિશામાં આગળ વધી રહ્યા હતા.

વિજ્ઞાનમાં એક નવો અઘ્યાય લખવા કટીબધ્ધ બની રહ્યા હતા. તેમણે પોતાની શારીરિક ખામીઓને ક્યાંય આડે ન આવવા દીધી.

સ્ટીફન હોકિંગના શબ્દોમાં કહીએ તો, 'મારી બીમારી વિશે ખબર પડી એ પહેલા જીવનમાં ખૂબ જ કંટાળો આવતો હતો. એવું લાગતુ હતું કે હું જીવનમાં કશુ જ નહી કરી શકુ.'

સ્ટીફન હોકિંગને લાગ્યુ કે પોતે પીએચડીનો અભ્યાસ પૂરો નહી કરી શકે ત્યારે તેમણે તેમનુ તમામ ધ્યાન સંશોધનમાં કેન્દ્રીત કર્યુ.

વ્હીલચેરમાં બેઠા બેઠા કોમ્પ્યુટર દ્વ્રારા વાત-ચીત કરતા કરતા તેમણે ખગોળશાસ્ત્રને એક નવોજ વળાંક આપ્યો. એક નવી દ્રષ્ટી આપી.

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે, 21 વર્ષની ઉમંરમાં મારી બધી જ ઉમ્મીદ શૂન્ય થઈ ગઈ હતી, ત્યાર બાદ જે મળ્યુ તે બધુ બોનસ છે.

હું શારીરિક રીતે અશક્ત જરૂર છું પણ હું કોમ્પ્યુટરના માધ્યમથી વાત-ચીત કરી શકુ છુ પણ મારું મગજ અને મન આઝાદ છે.

મૃત્યુને હંફાવીને ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી ક્ષેત્રે મહત્વના સંશોધનો આપનાર સ્ટીફન હોકિંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા

Post Comments