Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિયેતનામે ભારતને દક્ષિણ ચીની સમૂદ્રમાં રોકાણ કરવા આવકારતા ચીન લાલઘૂમ

- ખનીજ તેલના બિઝનેસમાં રોકાણ કરવા વિયેટનામ રાજદૂતે ભારતને આવકાર્યું હતું

- દક્ષિણ ચીની સમૂદ્રમાં એક પણ દેશની હાજરી ચીન સહન નહીં કરે : ચીનના વિદેશ મંત્રાલયનું જોહુકમીભર્યું ન

(પીટીઆઈ) બેઈજિંગ, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

વિયેટનામે ભારતને દક્ષિણ ચીની સમૃદ્રમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું એ પછી ચીનના પેટમાં ધગધગતું તેલ રેડાયું હતું. ચીને વિયેટનામના રાજદૂતના ભારતને આવકારતા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વિયેટનામના ભારત સ્થિત રાજદૂતે એક મુલાકાતમાં ભારતને દક્ષિણ ચીની સમૃદ્રના ખનીજ તેલ અને ગેસના બિઝનેસમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વિયેટનામના રાજદૂતે ભારત-વિયેટનામ વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

વિયેટનામના રાજદૂતના આ નિવેદન પછી ચીન લાલઘૂમ થયું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક જોહુકમીભર્યા નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ ચીની સમૃદ્રમાં એક પણ દેશની હાજરી ચીન સહન નહીં કરે. ચીન તેના પાડોશી દેશો વચ્ચે સહકાર થાય તેનો વાંધો ઉઠાવતું નથી, પણ દક્ષિણ ચીની સમૃદ્ર ઉપર માત્ર ચીનનો હક છે અને એમાં રોકાણ કરવા માટે કોઈ પણ દેશે ચીનનો સંપર્ક કરવો પડશે.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ચીની સમૃદ્ર ઉપર વિસ્તારવાદી નીતિ અપનાવીને ચીન વર્ષોથી દાવો કરે છે.

Post Comments