Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન બહુ ટુંક સમયમાં હિંદુ સહિતની લઘુમતિનો 'મિત્ર દેશ' ગણાશે : નવાઝ શરીફ

- લઘુમતિઓના યાત્રાધામોનો જીર્ણોધ્ધાર થશે ગાંધાર વિદ્યાપીઠ ફરી ચાલુ કરાશે

(પીટીઆઇ)    ઈસ્લામાબાદ, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પાકિસ્તાન બહુ ટુંક સમયમાં 'લઘુમતિઓનો મિત્ર દેશ' ગણાશે. તેવો દાવો કરતા વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે કતાસરાજ મંદિર સંકુલને બહુ ટુંક સમયમાં તેનો મુળ આકાર જાળવી રાખીને જીર્ણોધ્ધાર કરવામાં આવશે. તેમણે બાબા ગુરૃનાનકદેવના વતનના ગુરૃદ્વારા અને ગાંધાર વિદ્યાપીઠનો પણ જીર્ણોધ્ધાર કરવાની ખાતરી ઉચ્ચારી હતી.

પાકિસ્તાનના ચકવાલ જિલ્લામાં આવેલું કતાસરાજ મંદિર ત્યાંના હિન્દુઓમાં લોકપ્રિય તિર્થસ્થાન ગણાય છે. ત્યાં સ્થાપવામાં આવેલા એક વોટર પ્યોરીફાયર પ્લાંટના ઉદ્ઘાટન પ્રસંગે શરીફ મંદિરે ગયા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં વસતા બહુમતી મુસ્લિમ ઉપરાંત, હિન્દુ, ખ્રિસ્તી, શીખ, પારસી અને બહાઇ તમામ લઘુમતિઓનો પાકિસ્તાન પર સામાન અધિકાર છે. હું પણ તમામ નાગરિકોનો વડોપ્રધાન છું. આ તમામ લોકો પાકિસ્તાનની શાંતિ અને સુરક્ષા માટે ખભેખભા મેળવીને કાર્ય કરે છે.

કતાસરાજ મંદિરમાં ગોઠવાયેલો પાણી સ્વચ્છ કરવાનો પ્લાંટ તે મંદિર સંકુલમાં આવેલા તળાવના પાણીને સ્વચ્છ કરીને મંદિરના યાત્રળુઓના પીવા માટે પૂરૃ પાડશે. તેમણે ઈવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના વડા સિદ્દીકુલ ફારૃકને પણ આ વિસ્તારમાં આવેલા યાત્રાધામોના મુળ ઘાટને ક્ષતિ ન પહોંચે તે પ્રમાણે ફરી યોગ્ય અવસ્થામાં સ્થાપિત કરવામાં આવે. તેમણે લઘુમતિની સુખાકારી માટે સરકાર જે પગલાં લે છે તે અનુસાર ટુંકમાં પાકિસ્તાન લઘુમતીનું મિત્ર રાષ્ટ્ર ગણાશે.

Post Comments