Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેરુસલેમમાં અમેરિકન દૂતાવાસનું વિસ્ફોટક ઓપનિંગ : 41નાં મોત

- આરબ જગત-પેલેસ્ટાઇનના વિરોધ વચ્ચે ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કરતાં વિપરિત પરિણામ

- ઈઝરાયેલના સ્નાઈપરોએ ગાઝા સરહદે 40 હજાર લોકોના હિંસક ટોળા પર ફાયરિંગ કર્યું, 1200થી વધુ ઘાયલ

- વિશ્વને મધ્યસ્થી બનવાની પેલેસ્ટાઈનની આજીજી, રશિયા અને તૂર્કીએ અમેરિકાના 'વગર વિચાર્યે લીધેલા નિર્ણય'નો વિરોધ કર્યો

- તેલ અવીવથી જેરુસલેમમાં દૂતાવાસ ખસેડવાના 'ગેરકાયદે' પગલાનો વિરોધ કરવા આરબ દેશોની ઈમર્જન્સી બેઠક

જેરુસલેમ, તા.14 મે 2018, સોમવાર

જેરુસલેમમાં અમેરિકન એમ્બેસીના ઉદ્ધાટન પહેલાં ભારે હિંસા થઈ હતી. એમ્બેસીના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ગાઝાપટ્ટી ઉપર દેખાવો થયા હતા. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગોળીબાર કર્યો હતો, જેમાં ૪૧ લોકોનો મોત થયા હતા.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત ડિસેમ્બરમાં ઈઝરાયેલના પાટનગર તરીકે જેરુસલેમને માન્ય રાખીને અમેરિકી એમ્બેસી શરૃ કરવાની જાહેરાત કરી હતી. તેનો અર્થ એ થતો હતો કે અમેરિકાએ એ વિવાદિત શહેરને ઈઝરાયેલનો ભાગ ગણાવ્યું હતું. તે પછીથી આ અંગે ભારે વિરોધ શરૃ થયો હતો.

અમેરિકાએ દૂતાવાસ કચેરીનું ઉદ્ધાટન ૧૪મી મેએ નિર્ધારિત કર્યું હતું. એ ઉદ્ધાટનમાં વ્હાઈટ હાઉસના પ્રતિનિધિ અને ઈઝરાયેલના અધિકારીઓ હાજર રહેવાના હતા. તે પહેલાં અમેરિકન દૂતાવાસના વિરોધમાં પેલેસ્ટાઈનમાં ભારે વિરોધ ઉઠયો હતો. દૂતાવાસના વિરોધમાં પેલેસ્ટાઈનના નાગરિકોએ ગાઝાપટ્ટી ઉપર દેખાવો કર્યા હતા. દેખાવો ઉગ્ર બની ગયા હતા અને આખરે હિંસામાં પરિણમ્યા હતા.

ઈઝરાયેલી સૈન્યએ પેલેસ્ટાઈનના નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો. તેમાં ૪૧ લોકોના મોત થયા હતા અને ૧૨૦૦ કરતા વધુ લોકો ઘાયલ થયા હતા.

ઈઝરાયેલી સૈન્યએ બચાવમાં કહ્યું હતું કે લગભગ ૧૦ હજાર લોકો ગાઝાપટ્ટી ઉપર હિંસક વિરોધ કરીને ફેન્સિંગ તોડવાનો પ્રયાસ કરતા હતા એટલે આખરે સૈન્ય કાર્યવાહી કરવી પડી હતી. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે સરહદે જેટલા લોકો હતા એનાથી અનેક ગણા લોકો એકાદ કિલોમીટરના અંતરે રહીને ઈઝરાયેલની સુરક્ષાને નિશાન બનાવવાની તૈયારીમાં હતા. સૈન્યના કહેવા પ્રમાણે લગભગ ૪૦ હજાર લોકોએ વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા હોવાથી આખરે ઈઝરાયેલી સૈન્યએ કામગીરી કરી હતી.

પેલેસ્ટાઈનની સરકારે વિશ્વભરને આ મામલે હસ્તક્ષેપ કરવાનું આહ્વાહન આપ્યું હતું. પેલેસ્ટાઈનની સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે ઈઝરાયેલી સૈન્યએ હિંસા આચરીને પેલેસ્ટાઈનના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલી સૈન્ય અંકુશમાં આવે તે માટે વિશ્વભરના દેશો માનવતાના ધોરણે હસ્તક્ષેપ કરે તે ઈચ્છનીય છે.

બિગ ડે ફોર ઈઝરાયેલ, કોન્ગ્રેચ્યુલેશન્સ : ટ્રમ્પની ટ્વીટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમમાં શરૃ થનારી અમેરિકન એમ્બેસી બાબતે ટ્વીટ કરીને ટાઈમટેબલ રજૂ કર્યું હતું. બીજી એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું હતું : બીગ ડે ફોર ઈઝરાયેલ, કોન્ગ્રેચ્યુલેશન્સ. ટ્રમ્પની આ ટૂંકી ટ્વીટની વિશ્વભરના મીડિયામાં નોંધ લેવાઈ હતી. ટ્રમ્પ શરૃઆતથી જ આ બાબતે ઈઝરાયેલની તરફેણ કરતા હોવાથી પેલેસ્ટાઈનમાં ટ્રમ્પ સામે ઉગ્ર દેખાવો છેલ્લાં પાંચ માસથી થઈ રહ્યા છે.

ટ્રમ્પનો નિર્ણય ઐતિહાસિક, જેરુસલેમ ૩૦૦૦ વર્ષથી યહૂદીનું પવિત્ર સ્થળ છે : નેતાન્યાહૂ
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂએ દૂતાવાસના ઉદ્ધાટન પહેલાં ટ્રમ્પ સરકારના નિર્ણયને આવકાર્યો હતો. નેતાન્યાહૂએ કહ્યું હતું કે ટ્રમ્પનો નિર્ણય ઐતિહાસિક છે. જેરુસલેમ છેલ્લાં ત્રણ હજાર વર્ષથી યહુદીઓનું કેપિટલ રહ્યું છે અને ૭૦ વર્ષથી ઈઝરાયેલનું પણ પાટનગર છે. આ નિર્ણય આગામી સમયમાં પણ જેરુસલેમને કેપિટલ બનાવવા માટે ખૂબ અગત્યનું છે.

હવે અલકાયદા અમેરિકા વિરૃદ્ધ જેહાદ છેડશે: જવાહિરીનું એલાન
અલકાયદાના નેતા અયમાન અલ-જવાહિરીએ એક ઉશ્કેરણીજનક સંદેશો પાઠવતા કહ્યું હતું કે અમેરિકાનો આ નિર્ણય એ બાબતની સાબિતી છે કે અમેરિકા શાંતિ ઈચ્છતું નથી. મુસ્લિમો અને પેલેસ્ટાઈની નાગરિકોએ શાંતિની આશા રાખી હતી, તે અમેરિકાએ નિષ્ફળ બનાવી છે. આ બાબત જ બતાવે છે કે અમેરિકા સામે આપણી જેહાદ ચાલતી રહેવી જોઈએ. એક મોનિટરિંગ એજન્સીએ આ અહેવાલો રજૂ કર્યા હતા.

Post Comments