Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પના વકીલે પોતાના ખિસ્સામાંથી ૧.૩ લાખ ડોલર પોર્ન સ્ટારને ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું

- ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી સાથે અફેર હતું એવા આક્ષેપ પછીની ગોઠવણ

- વકીલ માઈકલ કોહેન વર્ષોથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરે છે

- અફેર હતું કે નહીં એ સ્પષ્ટતા નથી કરવામાં આવી

વોશિંગ્ટન, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ અને મિત્ર માઈકલ ડી.કોહેને આજે સ્વીકાર કર્યો હતો કે તેમણે  પોર્ન સ્ટાર સ્ટોર્મી (મૂળ નામ - સ્ટીફની ક્લિફોર્ડ)ને ૧,૩૦,૦૦૦ ડોલરની રકમ ચૂકવી હતી. આ રકમ તેમણે પોતાના અંગત ખર્ચમાંથી ચૂકવી હોવાનો ખુલાસો પણ તેમણે ન્યુયોર્ક ટાઈમ્સને લખેલા પત્રમાં કર્યો હતો.

થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પર એવો આક્ષેપ થયો હતો કે તેમનું પોર્ન સ્ટાર સ્ટોર્મી સાથેનું અફેર છૂપાવવા માટે ૧.૩ લાખ ડોલરની રકમ આપવામાં આવી હતી. એ આક્ષેપ પછી અમેરિકામાં ઘણો વિવાદ થયો હતો. એ પછી આજે કોહેને રકમ ચૂકવી હોવાનો સ્વીકાર કરતા લોકો એવુ માનતા થયા છે કે ખરેખર અફેર હોવુ જોઈએ.

ટ્રમ્પ સાથે સ્ટોર્મીને ૨૦૦૬માં અફેર હતું. એ અફેર ૨૦૧૬ની ચૂંટણી વખતે નડતરરૃપ ન થાય એટલા માટે આ રકમ ચૂકવી પોર્ન સ્ટારનું મોઢુ બંધ કરવા પ્રયાસ થયો હોવાનો ટ્રમ્પ પર આક્ષેપ થયો છે. દરમિયાન આજે કોહેને સ્પષ્ટતા કરી હતી કે આ રકમ ટ્રમ્પે નહીં પણ પોતે ચૂકવી છે. જોકે આ રકમ શા માટે ચૂકવી હતી તેનું તેમણે કારણ આપ્યુ ન હતુ. પરંતુ એ વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે આ લેવડ-દેવડમાં ટ્રમ્પ કે તેમની કંપની ક્યાંય ભાગીદાર નથી.

વકીલ હોવાથી આ રકમ સંપૂર્ણપણે કાયદેસર રીતે ચૂકવાઈ હોવાનું કોહેને ધ્યાન રાખ્યું હતુ. આ રકમને ટ્રમ્પના ચૂંટણી ખર્ચમાં ન ગણવામાં આવે એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટીફની વચ્ચે અફેર હોવા અંગે અમેરિકી અખબારોએ જાન્યુઆરી-૨૦૧૮માં અહેવાલ પ્રગટ કર્યા હતા. એ સાથે આ મોટી રકમની ચૂકવણીના પૂરાવા પણ સામે આવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રંગીન સ્વભાવ માટે જાણીતા છે અને ઘણી મહિલાઓ સાથે તેમના અફેરની વાતો ભૂતકાળમાં આવી ચૂકી છે. એટલે આવા અફેરની અમેરિકી પ્રજાને કોઈ નવાઈ નથી. પરંતુ આ રકમ જો ચૂંટણી પ્રચારના ખર્ચમાંથી ચૂકવાઈ હોય તો પછી આ વિવાદ વધારે મોટુ સ્વરૃપ ધારણ કરી શકે છે.

કોહેને એ વાતનો પણ ખુલાસો નથી કર્યો કે તમે ચૂકવણી કરી એ વાતની ટ્રમ્પને જાણ છે કે કેમ? તો વળી આ પેમેન્ટ શા માટે કરવામાં આવ્યુ તેનું કાયદેસરનું કારણ પણ નથી આપ્યું. તેમણે માત્ર રકમ ચૂકવી હોવાનો જ સ્વીકાર કર્યો હતો.

Post Comments