Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પે પોર્નસ્ટાર ક્લિફોર્ડને ચૂંટણી વખતે ચૂપ રહેવા ૧.૩૦ લાખ ડૉલર ચૂકવ્યા હતા

- અમેરિકન પ્રમુખ પર ફરી પોર્નસ્ટાર સાથે શારીરિક સંબંધના આરોપ

- અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પહેલાં ૨૦૦૫માં ટ્રમ્પે એક હોટેલમાં સ્ટિફની ક્લિફોર્ડ સાથે શારીરિક સંબંધ

ટ્રમ્પે અંગત વકીલ માઇકલ કોહેનની મદદથી ક્લિફોર્ડને જંગી રકમ પહોંચતી કરીને મ્હોં બંધ રાખવાનું કહ્યું હતું
નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

અમેરિકાના પ્રમુખ બનતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અંગત વકીલ માઇકલ કોહેનની મદદથી એક પોર્ન સ્ટારને  ચૂપ રહેવા ૧.૩૦ લાખ ડૉલર ચૂકવ્યા હતા. અમેરિકન અખબાર 'વૉલસ્ટ્રીટ જર્નલ'માં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરાયો છે કે, અમેરિકાની ચૂંટણી પહેલાં ૨૦૧૬માં ટ્રમ્પે સ્ટિફની ક્લિફોર્ડને આ રકમ ચૂકવી હતી કારણ કે, એ વખતે તેઓ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર હતા.

આ અહેવાલમાં સ્ટિફની ક્લિફોર્ડની એક મિત્ર એલેના ઇવાન્સના હવાલાથી કહેવાયું છે કે, ટ્રમ્પ અને ક્લિફોર્ડ વચ્ચે ૨૦૦૬માં શારીરિક સંબંધ હતા. આ દરમિયાન ટ્રમ્પે હોટેલની લોબીમાં ક્લિફોર્ડ પાછળ રીતસરની દોડ લગાવી હતી. એ સાંજે ટ્રમ્પ તરફથી એલેના ઇવાન્સને પણ આમંત્રણ અપાયું હતું. આ સંબંધ બંધાયાના એક વર્ષ પહેલાં, ૨૦૦૫માં, ટ્રમ્પે મેલેનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

જોેકે, 'વૉલસ્ટ્રીટ જર્નલ' અખબારે આ અહેવાલને સ્વતંત્ર રીતે સમર્થન નથી આપ્યું, પરંતુ તેને એક સમાચાર માત્ર ગણાવ્યા છે. અખબારે એ વિશે કોઈ ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. આ સમાચારને ટ્રમ્પના અંગત વકીલ માઇકલ કોહેને આક્રમક સૂરમાં વખોડી કાઢ્યા છે. કોહેને કહ્યું છે કે, આ પ્રકારના પાયાવિહોણા આરોપ એક વર્ષથી થઈ રહ્યા છે. છેક ૨૦૧૧થી આ પ્રકારના અહેવાલોને બધા જ પક્ષો ફગાવી રહ્યા છે.

આ મુદ્દે વ્હાઇટ હાઉસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, પ્રમુખપદની ચૂંટણી વખતે પણ આ પ્રકારના આરોપો લગાવાયા હતા. આ રિસાયકલ સમાચાર છે, જેને અમે વખોડી કાઢીએ છીએ. 'ન્યૂયોર્ક ડેઇલી' નામના એક અખબારે દાવો કર્યો છે કે, સ્ટિફની ક્લિફોર્ડે એક મેઇલ કરીને આ સમાચારને ફગાવી દીધા છે. ક્લિફોર્ડે ટ્રમ્પ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો છે. નોંધનીય છેકે, ટ્રમ્પ પર અગાઉ પ્લેબોયની મોડલ કરેન મેકડુગલને દોઢ લાખ ડૉલર ચૂકવીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લાગ્યો હતો.

Post Comments