Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પે પ્રમુખપદ સંભાળતા પહેલા બધો બિઝનેસ પુત્રોને સોંપી દીધો

- અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સ

- અમેરિકનો માટે સંખ્યાબંધ રોજગારી ઉભી કરવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું વચન

વોશિંગ્ટન, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી છે. જે દરમિયાન તેમણે અમેરિકનોને વધુમાં વધુ રોજગારી આપવાનું વચન આપ્યું છે.

 બુધવારે ટ્રમ્પને લઇને કેટલીક ચોંકાવનારી માહિતીઓ બહાર થઇ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પને રશીયાએ તૈયાર કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે મોકલ્યા છે. જોકે આ દાવાને ટ્રમ્પે નકાર્યા હતા અને કહ્યું હતું કે આ અતી વાહિયાત પ્રકારના આરોપો છે. જેમાં કોઇ જ તથ્ય નથી.

આ ઉપરાંત ચૂંટણી સમયે થયેલા હેકિંગ મામલે રશિયાને ટ્રમ્પે જવાબદાર ગણાવ્યું હતું. સાથે અન્ય દેશો પણ હેકિંગ માટે જવાબદાર હોઇ શકે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.  પોતાની કંપની કોણ ચલાવશે તેને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા બન્ને પુત્રો ચલાવશે. સાથે રશિયા સાથેના સંબંધોનું જે ડોઝિયર લીક થયું તેની પાછળ ગુપ્તચર સંસ્થાઓને જ ટ્રમ્પે જવાબદાર ગણાવી હતી.
 

Post Comments