Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રેકઝિટ મુદ્દે સંસદમાં થેરેસા મેની મહત્વની જીત : તરફેણમાં 326 મત

- વડા પ્રધાન મેએ આ જીતને 'ઐતિહાસિક નિર્ણય' ગણાવ્યો : વિરોધમાં 290 મત પડયા

(પીટીઆઇ) લંડન, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

બ્રિટીશ સાસંદોએ આજે યુરોપીયન સંઘમાંથી બ્રિટનના સભ્યપદનો અંત લાવવાની તરફેણમાં ભારે મતદાન કર્યું હતું જેના કારણે વડા પ્રધાન થેરેસા મેને મોટી રાહત મળી હતી અને તેમણે આ 'ઐતિહાસિક નિર્ણય'ને વધાવી લીધો હતો. યુકે વિડ્રોલ બિલની તરફેણમાં સાંસદોએ ૩૨૬ મત આપ્યા હતા જ્યારે એના વિરોધમાં ૨૯૦ મત પડયા હતા. હવે આ ખરડો વધુ તપાસ માટે સાંસદો પાસે મોકલાશે.

આ ખરડાનો હેતુ ૧૯૭૨ના યુોરપીયન કોમ્યુનિટિઝ એક્ટને રદ કરવાનો હતો જેના કારણે બ્રિટનને યુરોપીયન ઇકોનોમિક કોમ્યુનિટીમાં પ્રવેશ મળ્યો હતો. માર્ચ, ૨૦૧૯ના રોજના બ્રેકઝિટ ડે પર ખરડામાં કોઇ ખામી ના રહે તેની ખાતરી કરાવવા માટે હાલના તમામ યુરોપીયન કાયદાઓને યુકેના કાયદાઓમાં તબ્દીલ કરશે. યુરોપીયન વિડ્રોઅલ બિલ મામલે મધ્ય રાત્રી પછી મે તેમના પક્ષમાં થતાં બળવાને ટાળી શક્યા હતા. જેના કારણે  આમ સભામાં તેમની સરકારને ખરડાના બીજા વાંચન સમયે જીત મળી હતી.

'આમ તો જોકે ઘણું કરવાનું છે, આ નિર્ણયનો અર્થ એ થયો કે હવે આપણે આગળ વધવાનું છે અને મક્ક્મ પાયા સાથે મંત્રણા કરી શકીએ છીએ. તેમજ આ અતિ મહત્વના ખરડાના ભાગને ટેકો આપવા તમામ પક્ષના સાંસદોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું' એમ મે એ મતદાનના દિવસના અંતે કહ્યું હતું. ટોરી પક્ષના અસંતુષ્ઠ સાસંદોએ મેને ચેતવણી આપી હતી કે જેના કારણે બ્રિટનમાં યુરોપીયન સંઘના નિયમોની સર્વોપરિતા ખલાસ થઇ જશે તેને તેમનો ટેકો બિન શરતી નથી. તેમણે શ્રેણી બધ્ધ સુધારાઓની પણ માગ કરી હતી.

Post Comments