Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોરિયન મહાદ્વીપ પર પરમાણુ યુદ્ધ થશે જ, પ્રશ્ર ફક્ત એ જ છે કે ક્યારે ? : ઉ. કોરિયા

- ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની ફરી ધમકી

- દ. કોરિયા અને અમેરિકાના સૈન્ય અભ્યાસથી ઉ. કોરિયા ધુઆંપુઆં

કિમ જોંગની ટીકા કરીને અમેરિકા અમને ઉશ્કેરી રહ્યું છે : ઉ. કોરિયા
(પીટીઆઇ) સોલ, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસથી રોષે ભરાયેલા ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે હવે કોરિયન મહાદ્વીપ પર પરમાણુ યુદ્ધ નિશ્ચિત છે, પ્રશ્ર એ જ  છે કે  ક્યારે થશે? ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે સીઆઇએ ડાયરેક્ટર માઇક પોમ્પેઓ સહિતના અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ યુદ્ધ કરવાના ઇરાદાને સમર્થન આપ્યું છે.

પોમ્પેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ માને છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ કઇ રીતે અંકુશમાં રાખવી તે જાણતા નથી.

ઉત્તર કોરિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમારા નેતાની ટીકા કરીને અમેરિકા અમને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યું છે. અમેરિકાના યુદ્ધ અભ્યાસથી કોરિયન મહાદ્વીપ પર તંગદિલી વધી છે. અમે ઇચ્છતા નથી કે યુદ્ધ થાય પણ અમે યુદ્ધથી દૂર ભાગતા પણ નથી. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું છે કે દક્ષિણ કોરિયા અને અમેરિકાની સેના યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર છે.

દક્ષિણ કોરિયામાં અમેરિકાના સહયોગથી સોમવારથી પાંચ દિવસ માટે શરૃ કરાયેલા શરૃ કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય અભ્યાસમાં છ યુએસ એફ-૨૨ અને ૧૮ એફ-૩૫ ફાઇટર સહિતના ૨૦૦થી વધુ યુદ્ધ વિમાનોએ ભાગ લીધો હતો.

Post Comments