Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીરિયામાં અમેરિકાની કાર્યવાહી વખોડવાનો રશિયાનો ખરડો યુએનએ ફગાવ્યો

- યુએનમાં રશિયાને ફક્ત ચીન અને બોલિવિયાનો સાથ મળ્યો

- કેમિકલ હુમલાના વિરોધમાં અમેરિકા રશિયા પર નવા પ્રતિબંધો લાદશે :નિકી હેલી

વૉશિંગ્ટન, તા.15 એપ્રિલ 2018, રવિવાર

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સીરિયામાં મિસાઇલો ઝીંકીને ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે એ મતલબનો રશિયાનો ખરડો યુએનએ જંગી બહુમતીથી ફગાવી દીધો છે. જોકે, રશિયાએ બેઠકના અંતે કહ્યું હતું કે, સીરિયામાં સાત વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ યુએનની પણ નિષ્ફળતા દર્શાવે છે.

જોકે, યુએનની ૧૫ સભ્ય દેશની સુરક્ષા પરિષદમાં રશિયાને ચીન અને બોલિવિયા એમ ફક્ત બે જ દેશોએ સહકાર આપ્યો હતો. આ બેઠકમાં રશિયાએ સીરિયામાં કરેલા કેમિકલ હુમલા મુદ્દે બંને દેશો વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી.

યુએનની બેઠકમાં અમેરિકા વતી નિકી હેલી હાજર રહ્યા હતા. હેલીએ કહ્યું હતું કે, સીરિયામાં બશર અલ અસદ સરકાર સરેઆમ નિષ્ફળ ગઇ છે. કેમિકલ હુમલાની જવાબદારી પણ સંપૂર્ણ તેમની છે. આ મુદ્દે અમેરિકા રશિયા સામે પણ નવા પ્રતિબંધો જારી કરશે. સેક્રટરી સ્ટિવ મુચિન સોમવારે આ મુદ્દે વિવિધ જાહેરોતો કરશે.

આ દરમિયાન બ્રિટન અને ફ્રાંસે પણ દાવો કર્યો હતો કે, સીરિયામાં કેમિકલ હુમલાના મજબૂત પુરાવા મળ્યા પછી જ હવાઇ હુમલાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ હુમલામાં અનેક નિર્દોષો માર્યા ગયા હતા. કેમિકલ શસ્ત્રોના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે. આ પ્રકારના હુમલા ક્યારેય સહન કરવામાં નહીં આવે.

Post Comments