Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌથી લાંબા નખ ધરાવતા ચીલ્લાલનો જમણો હાથ કાયમી નકામો બની ગયો

- ભારતીય વડિલના ૩૧ ફુટ લાંબા નખ અંતે કપાયા

- ચીલ્લાલના ૩૧ ફુટ લાંબા નખને રિપ્લેઝ દ્વારા લઇ લેવામાં આવ્યા: પ્રદર્શનમાં મૂકાશે

(પીટીઆઇ)     ન્યુયોર્ક,તા.૧૨ જુલાઈ 2018, ગુરુવાર

ભારતના વયોવૃધ્ધ શ્રીધર ચિલ્લાલના ૩૧ ફુટ લાંબા નખને આજે કાપી નાંખવામાં આવ્યા હતા. ૬૬ વર્ષ સુધી વિશ્વમાં સૌથી લાંબા નખ ધરાવતા હોવાનો રેકોર્ડ તેમના નામે હતો. આટલા લાંબા નખ રાખવાના કારણે તેમના ડાબા હાથમાં લકવો તઇ ગયો છે. ૮૨ વર્ષના ચિલ્લાલને બિલિવ ઇટ ઓર નોટ દ્વારા ભારતથી બોલાવવામાં આવ્યો હતો અને તેમના નખને કાપીને ટાઇમ્સ સ્કવેર ખાતેના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા હતા.

એક ખાસ સમારંભમાં ૩૧ ફુટ લાંબા નખ કાપીને હવે લોકોને જોવા માટે જાહેરમાં મૂકાશે. ચીલ્લાલે ૧૯૫૨થી પોતાના ડાબા હાથના નખ કાપ્યા નહતા. શાળાના એક શિક્ષકનો લાંબો નખ અકસ્માતે ચીલ્લાલથી તુટી જતાં તેમને ઠપકો મળ્યો હતો. ત્યાર પછીથી તેમણે નક્કી કર્યું હતું કે જીવનમાં ક્યારેય પણ નખ નહીં કાપે. આમ કરવા જતાં તેઓ વિશ્વમાં સૌથી લાંબા નખ ધરાવનાર રેકોર્ડ હોલ્ડર બની ગયા હતા.એના જમણા હાથના નખ નિયમીત રીતે કાપતા હતા.

રિપ્લેઝ એ કહ્યું હતું કે  સૌથી લાંબા નખ પ્રદર્શનમાં રાખતા અમને ગૌરવ થાય છે.વર્ષો સુધી નખ નહીં કાપવાના અને નખના વધતા જતાં વજનના કારણે એના ડાબા હાથમાં લકવો થઇ ગયો હતો.તે સરળતાથી પોતાની આંગળીઓ હલાવી શકતા નથી.

જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ નખની જાળવણી જોખમી બનતી ગઇ હતી. લાંબા નખના કારણે એ સુઇ શકતા પણ નહતા અને તેમના પત્ની પરેશાન રહેતા હતા.

Post Comments