Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેરિસમાં ચાકુથી હુમલાના કેસની તપાસ ચેચેન આતંકી જૂથો સુધી લંબાશે: ફ્રાન્સ

- આતંકી હુમલામાં એકનું મોત થયું હતું

- આતંકી હુમલા અંગે વિચારવાનો દ્રષ્ટિકોણ બદલવાનો સમય પાકી ગયો છે: ટ્રમ્પ

પેરિસ, તા.14 મે 2018, સોમવાર

પેરિસમાં ચાકુથી હુમલો કરી એકની હત્યા અને ચારને ઘાયલ કરનાર ચેચનિયાના ૨૦ વર્ષના યુવકને કોણે મદદ કરી હતી તેની ઉંડાણપૂર્વક તપાસ કરાશે. એ હુમલામાં એક જણનું મોત થયું હતું અને ચારને ગંભીર ઇજા થઇ હતી. ફ્રેન્ચમેન ખજમત અઝિમો તરીકે ઓળખાયેલા યુવકે  પ્રખ્યાત ઓપેરા હાઉસ પાસે થીએટરો અને રેસ્ટોરન્ટના વિસ્તારમાં શનિવારે હુમલો કર્યો હતો.

૨૦૧૫માં  ત્યાર પછી શરૃ થયેલા શ્રેણીબધ્ધ આઇએસના જેહાદી હુમલા ૨૪૬ લોકોના જીવ ગયા હતા, પરંતુ પોલીસે અંતે તેને ઠાર માર્યો હતો.

દરમિયાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે  ફ્રાન્સના  આઇએસના જેહાદીઓના છેલ્લા હુમલાના પગલે આજે કહ્યું હતું કે સમગ્ર વિશ્વે આતંકનો કેવી રીતે સામનો કરવો તે અંગે આંખો ખોલવી જોઇએ અને વિચારવાનો દ્રષ્ટીકોણ બદલવો જોઇએ.પેરિસના આ હુમલો અંગે બોલતાં ટ્રમ્પે કહ્યું હતું કે ફરીથી આતંકી હુમલાના સમાચાર જાણી દુ:ખ થયું. હવે દરેક દેશોએ ખરેખર શું બની રહ્યું છે તે અંગે આંખો ખોલવી પડશે.

તપાસ કરતી ટીમના એક નજીકને સૂત્રે કહ્યું હતું કે  અઝીમોનો ઉછેર પૂર્વિય ફ્રાન્સના સ્ટાર્સબર્ગમાં તેના પરિવારમાં થયો હતો. આ વિસ્તારમાં ચેચેનિયાના શરણાર્થીઓની મોટી સંખ્યામાં વસ્તી છે. હાલ પેરિસમાં રહેતા તેના માતા-પિતાને તેમજ તેના એક નજીકના મિત્રને સ્ટાર્સબર્ગમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

Post Comments