Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ. કોરિયાના સૈનિક પર સાથીઓએ ગોળીઓનો વરસાદ વરસાવ્યો

- ઉત્તર કોરિયાના સુરક્ષા દળોએ ઓછામાં ઓછી ૪૦ ગોળીઓ ચલાવી હતી : સૈનિકની સ્થિતિ ખૂબ જ ગંભીર

અસમાન્ય અને નાટયાત્મક ઘટના
(પીટીઆઇ) સોલ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

એક અસામાન્ય અને નાટકીય ઘટનાક્રમમાં એક ઉત્તર કોરિયાના સૈનિકને તેના જ સાથીઓએ છ ગોળીઓ મારી હતી. આ સૈનિક પર એ સમય ગોળીઓ ચલાવવામાં આવી જ્યારે તે પોતાનો દેશ છોડીને સરહદે જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

પનમુંજોમ સરહદ પર નજર રાખનાર અમેરિકાના નેતૃત્ત્વવાળા યુનાઇટેડ નેશન્સ કમાન્ડ(યુએનસી)એ જણાવ્યું હતું કે કારમાં સવાર સૈનિક બે કોરિયન દેશોને અલગ કરનારી કડક સુરક્ષા ધરાવતી સૈન્ય સરહદની નજીક પહોંચી ગયો હતો. તે પોતાના વાહનમાંથી ઉતરીને દક્ષિણ સરહદની તરફ દોડવા લાગ્યો હતો.

યુએનસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરિયન સૈનિકોએ તેના પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના સુરક્ષા દળોના જવાનોએ ઓછામાં ઓછી ૪૦ ગોળીઓ ચલાવી હતી.

ઘાયલ સૈનિકની સારવાર કરી રહેલા ડોક્ટર લી કુક જોંગે પત્રકારોને જણાવ્યું હતું કે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તે કહી શકાય તેમ નથી કે તે કેટલો સમય જીવીત રહેશે.

આ ઘાયલ સૈનિકને હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેના શરીરના અંગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. છ ગોળીઓ વાગવાથી તેના પેટમાં ભાગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

Post Comments