Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આતંકવાદથી આપણા અસ્તિત્વને ખતરો, તેનો સફાયો જરૃરી : મોદી

- આસિયાન સમિટમાં મોદીએ ચિંતા વ્યક્ત કરી

- ૨૬મી જાન્યુઆરીએ ભારત આવવાનું વડાપ્રધાન મોદીનું આમંત્રણ આસિયાન દેશોના નેતાઓએ સ્વીકાર્યું

આસિયાન દેશોએ ભારત અને અમેરિકા સાથે મળી ચીનની અવળચંડાઇ મુદ્દે ચર્ચા કરી
મનીલા, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસીયાન સમીટમાં મનાલી ખાતે બોલતી વેળાએ આતંકવાદથી લઇને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જો આતંકવાદને આપણે ખતમ નહીં કરીએ તો આતંકવાદ આપણને ખતમ કરી શકે છે. સાથે તેઓએ આસીયાન દેશોને જણાવ્યું હતું કે ભારત સુરક્ષા મુદ્દે આ સંગઠનના દેશોને મદદ કરતું રહેશે.

આસીયાન દેશો સાથે અમારો જુનો નાતો રહ્યો છે અને હું આ સંબંધોને વધુ મજબુત બનાવવા માગુ છું, મોદીએ કહ્યું હતું કે અમે આતંકવાદને કારણે ઘણુ ભોગવવું પડયું છે. હવે આ આતંકવાદને ખતમ કરવાનો સમય આવી ગયો છે.

મોદીએ સાથે દાવો કર્યો હતો કે ભારતની ૧૨૫ કરોડ જનતા આસીયાન દેશોના નેતાઓને ૨૦૧૮માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આવકારવા માટે આતુર છે. થાઇલેન્ડ, વીયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર, મ્યાંમાર, કમ્બોડિયા, લાઓસ અને બુ્રની અસોસીએશન ઓફ સાઉથીસ્ટ એશીયા નેશન્સ (આસીયાન). ચીન, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો આસીયાન સંગઠનના દેશોના વાટાઘાટો માટેના પાર્ટનર છે. મોદીએ જાહેરાત કરી હતી કે ભારત પણ આસીયાન દેશોનું એક સમ્મેલન આગામી વર્ષે ૨૫મી જાન્યુઆરીએ યોજવા જઇ રહ્યું છે.

આસીયાન સમીટમાં સૌથી વધુ ધ્યાન ચીનની અવળચંડાઇ પર પણ આપવામાં આવ્યું છે. આ સમીટમાં સાઉથ ચાઇના સી એટલે કે એસસીએસ પર પણ ચર્ચા થઇ હતી. આ વિસ્તાર પર ચીન પોતાનો કબજો કરવા માગે છે. જ્યારે આસીયાન દેશો અને અમેરિકા તેમજ ભારત અને જાપાન પણ ચીનના આવી અનેક અવચંડાઇનો વિરોધ કરી ચૂક્યો છે. તેમ છતા ચીન માને તેમ નથી. ચીન પણ બેઠકમાં જોડાયુ હોવાથી મોદીએ આતંકવાદને યાદ કર્યો હતો. ચીન અઝહર મસુદ મામલે બેવડી નીતી અપનાવી રહ્યું છે. એક તરફ તે આતંકવાદને સમર્થન આપે છે બીજી તરફ વિરોધ કરે છે.

Post Comments