Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અફઘાનિસ્તાનમાં બરફ પીગળતાં પૂર અને ભૂસ્ખલનના કારણે દસના મોત,૩૦૦ મકાનો તારાજ

- કાદવ અને કિચડમાં ફસાયેલા પોતાના સ્વજનોને શોધવા ગ્રામજનો નીકળી પડયા

કાબુલ,તા.૧૨ જુલાઈ 2018, ગુરુવાર

પહાડો પરનો બરફ પીગળતા ભૂસ્ખલનના કારણે ઉત્તરીય અફઘાનિસ્તાનમાં છેક આંતરિયાળ વિસ્તારમાં  ભારે પૂર આવતા ૩૦૦ મકાનો નાશ પામ્યા હતા અને ઓછામાં ઓછા દસ જણા માર્યા ગયા હોવનું સત્તાવાળાઓએ કહ્યું હતું.

કાબુલની ઉત્તરે બરફાચ્છાદિત ટેકરીઓ માટે જાણીતા ઉપરાંત પંજશીરમાં એક પહાડી તળાવ છલકાઇ જતાં પેશગોર ગામમાં તેના પાણી ફરી વળ્યા હતા અને કાદવના ઢગલા ભેગા થયા હતા, એમ આપત્તિ વ્યવસ્થાપન અધિકારી ઉમર મોહમ્મદીએ આજે કહ્યું હતું.

કાદવ અને કિચડમાં દબાઇ ગયેલા પોતાના સ્વજનોને શોધવા ગ્રામજનોએ સ્ટુલનો સહારો  લીધો હતો. બચાવ ટુકડીઓને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી.' લોકોની મદદ માટે અમે  દરેક જરૃરિયાતના સાધનો ત્યાં મૂક્યા છે. કેટલાક લોકો લાપતા થયા હતા'એમ તેમણે કહ્યું હતું.બરફ પીગળવાના કારણે  અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિમસ્ખલન અને ભારે પૂરના કારણે આવે છે.

નાટો શિખર મંત્રણા માટે બ્રસેલ્સ ગયેલા અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ કહ્યું હતું કે આ કરૃણ ઘટનાઓના સમાચાર સાંભળી તેઓ દુઃખી થયા હતા.'ભુસ્ખલનમાં અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા'એમ તેમણે એક સંદેશામાં કહ્યું હતું.

તેમણે સબંધીત સત્તાવાળાઓને અરજન્ટ મદદ મોકલવા આદેશ કર્યો હતો. દેશમાં જ્યારે તાલીબાનો તાંડવ મચાવી રહ્યા છે ત્યારે અફઘાનીઓ પર નવા આફત ત્રાટકી છે.

 

Post Comments