Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.ના પૂર્વ PM શરીફને વિદેશ જતાં રોકવા ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાનું સુચન

- પાક.માં શરીફ પરિવારની મુશ્કેલીઓ વધી

- પુત્રી મરિયમ અને જમાઇ  મુહમ્મદ સફદરને પણ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવા NBAની વિનંતી

(પીટીઆઇ)  ઇસ્લામાબાદ,તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

પનામા પેપર્સ કૌભાંડમાં ફસાયેલા પાક.ના પૂર્વ  PM નવાઝ શરીફને વિદેશ જતાં રોકવા એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવા ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ સત્તાવાળાઓને કહ્યું હતું. આ અંગે નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો (NBA)એ  આંતરિક બાબતોના મંત્રાલયને વિધિવત વિનંતી કરી હતી.આંતરિક બાબતોના મંત્રાલયે શરીફ, તેમના પુત્રી મરિયમ અને જમાઇ કેપ્ટન મુહમ્મદ સફદરને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવા અંગે તેમને NBA  દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો. આ યાદીમાં સ્થાન મેળવનારાઓને પાક. છોડવાની મંજૂરી હોતી નથી.

NBA  દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ત્રણે સામેનો કેસ લગભગ પુરો થવા આવ્યો છે અને અમને ભય છે કે તેઓ  દેશમાંથી ભાગી જશે. અગાઉ પણ નાણા મંત્રી ઇશાક દારને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવામાં આવ્યા વિનંતી કરાઇ હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. પરિણામે તેઓ લંડન જતા રહ્યા અને હજુ સુધી પાછા આવ્યા નથી.

 ૬૮ વર્ષના શરીફ અને તેમના પરિવારે ચાલુ સપ્તાહમાં  શરીફના પત્નીને મળવા લંડન જવા માટે ૧૯ ફેબુ્રઆરી પછી કોર્ટમાં અંગત રીતે હાજર રહેવામાંથી એક પખવાડિયાની મૂક્તિ આપવા અરજી કરી હતી.ગયા વર્ષે NBA  દ્વારા શરીફ અને તેમના પરિવાર સામે એવનફિલ્ડ પ્રોપર્ટીઝ, અઝીઝીયા એન્ડ હિલ મેટલ એસ્ટાબ્લીશમેન્ટ અને ફલેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સહિત ત્રણ કેસો કરાયા હતા.

NBA  દ્વારા એવી દલીલ કરાઇ હતી કે તપાસ દરમિયાન મળેલા તાજા પુરાવાના આધારે તેમની સામે નવા કેસ કરવામાં આવ્યા હતા.

Post Comments