Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

US નૌસેનાએ ઉત્તર કોરિયા તરફ બીજુ વિમાનવાહક રવાના કર્યું

- ઉત્તર કોરિયાએ તાજેતરમાં કરેલા બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ બાદ તકેદારીનું પગલું

ન્યુયોર્ક, તા. 19 મે 2017, શુક્રવાર

US નૌસેનાએ કોરિયન દ્વીપ તરફ યુએસએસ રોનાલ્ડ રીગન નામનું બીજું વિમાનવાહક જહાજ રવાના કર્યું છે. એવી શક્યતા છે કે ઉત્તર કોરિયાએ અગાઉ કરતા વધારે પ્રહારકક્ષમતા ધરાવતી બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ સાવચેતીના પગલા તરીકે આ જહાજ મોકલ્યું છે. ઉત્તર કોરિયાના દળો એક પ્રહાર સાથે U.S.નાં પરમાણુ સંચાલિત વિમાનવાહકને નષ્ટ કરવા માટે તૈયાર છે અને સાથે સાથે તેઓએ તેમની આક્રમક ભાષા પણ ચાલુ રાખી છે.

યુએસએસ રોનાલ્ડ રીગન જાપાનના યોકોસુકામાં મેન્ટેનેન્સ પિરિયડ અને દરિયાઈ ટ્રાયલ પુરા કર્યા બાદ કોરીયન દ્વીપ તરફ રવાના થઈ હતી. ત્યાં તે વધી રહેલાં તણાવ વચ્ચે યુએસએસ કાર્લ વિન્સન સાથે ડ્યુઅલ કેરીયર ટ્રેનિંગની એક્સરસાઇઝ કરશે.

રીઅર એડમિરલ ચાર્લ્સ વિલિયમ્સે જણાવ્યુ કે ઇન-પોર્ટ મેન્ટેનન્સ પિરિયડ પૂરો કર્યા બાદ તેમણે એ વાતે ખાતરી કરવાની જરૂર છે કે તેઓ આગળ વધે તે સાથે રોનાલ્ડ રીગન અને બાકીનું સ્ટ્રાઇક ગ્રુપ યોગ્ય રીતે સંકલિત છે.

 

Post Comments