Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉદી એરેબિયાએ ભારતના હજના ક્વોટામાં ૩૪ હજારનો વધારો કર્યો

- અગાઉ ભારતમાંથી ૧.૩૬ લાખ લોકો જઇ શકતા હતા, હવે ૧.૭૦ લાખ જઇ શકશે

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
સાઉદી એરેબિયાએ ભારત માટે હજના ક્વોટામાં  વધારો કર્યો છે. અગાઉ ૧.૩૬ લાખ લોકો હજ માટે જઇ શકતા હતા તો હવે  ૧.૭૦ લાખ હાજીઓ મક્કા-મદિના જઇ શકશે, એમ કેન્દ્રના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું. આ વધારો છેલ્લા ૨૯ વર્ષમાં સૌથી મોટો છે. સાઉદી એરેબિયાના હજ ઉમરાહના મંત્રી ડો. મુહમ્મદ સાલેહ હિન તાહેર બિન્તે અને નકવી વચ્ચે  આજે જિદ્દાહમાં આ મતલબનો એક કરાર કરવામાં આવ્યો હતો. આનો અમલ ચાલુ વર્ષથી જ કરાશે.

 પવિત્ર મક્કાના હરમશરીફની હદમાં વધારો કરવાનો હોવાથી  હાજીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાઉદી એરેબિયાએ દરેક દેશના ક્વોટામાં પાંચ વર્ષ પહેંલા ૨૦ ટકાનો ઘટાડો કર્યો હતો.તે પ્રમાણે  વર્ષ ૨૦૧૨માં ભારતના ૧.૭૦ લાખના ક્વોટાને ઘટાડીને ૧.૩૬ લાખ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હદમાં વધારાની પ્રક્રિયા પુરી થઇ જતાં હવે ફરીથી ભારતમાંથી ૧.૭૦ લાખ હાજીઓ મક્કા-મદિના હજ માટે જઇ શકશે.

 કરાર થઇ જતાં ખુશી વ્યક્ત કરતાં નકવીએ કહ્યું હતું કે ડો. મુહમ્મદ સાલેહ સાથેની તેમની મુલાકાત ખુબજ ફળદાયી રહી હતી. બેઠકમાં હાજીઓ માટે  વાહન વ્યવહાર, રહેઠાણ અને ખાવા-પીવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.' ભારત સરકાર અને ભારતના લોકો વતી અમે બન્ને  પવિત્ર મસ્જીદોના ખાદીમ અને રખેવાળ સાઉદી એરેબિયાના બાદશાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદનો આભાર માનીએ છીએ. તેમણે ક્વોટામાં વધારો કરવા માટે અંગત રસ લીધો હતો'એમ નકવીએ કહ્યું હતું.

Post Comments