Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનના મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સિલ્ક રોડ ઉપર આર્થિક અને રાજકીય કટોકટીનું જોખમ

- સિલ્ક રૃટથી એશિયાને યુરોપ સાથે જમીન માર્ગે જોડવાની ચીનની યોજના

- એશિયા-યુરોપના ૬૫ દેશો સાથે સંકળાયેલા સિલ્ક રોડ પ્રોજેક્ટમાં વિવાદો શરૃ થયા : પ્રોજેક્ટ રદ્ થાય તેવ

બેઈજિંગ, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ચીનનો મહાત્વાકાંક્ષી આધુનિક સિલ્ક રોડ પ્રોજેક્ટ ઘોંચમાં પડી જાય એવી શક્યતા છે. પ્રોજેક્ટ સામે આર્થિક ઉપરાંત રાજકીય કટોકટી સર્જાવાનું જોખમ છે. ચીનને પાકિસ્તાનમાં જ આ પ્રોજેક્ટમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન અને ચીનની મિત્રતા જગજાહેર છે. આતંકવાદ જેવા મુદ્દે પણ ચીન વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનું સમર્થન કરે છે.

પણ સિલ્ક રોડનો ચીનનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાકિસ્તાનમાં જ અટકી પડયો છે. સિલ્ક રૃટના માર્ગમાં આવતા એક ડેમરભાષા ડેમના બાંધકામનું કામ પાકિસ્તાને અટકાવી દીધું. એમાં ચીની કંપની રોકાણ કરતી હતી એટલે પાકિસ્તાને તેમાં ચીની કંપનીના હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવીને કામ અટકાવ્યું હતું.

ચીને જોકે, આ બાબતને નકારી કાઢી હતી, છતાં સિલ્ક રૃટ પ્રોજેક્ટ નિષ્ણાતોના મતે ચીનનો આ પ્રોજેક્ટ અત્યારે અનેક મુશ્કેલીઓમાં અટવાઈ પડયો છે. ચીન આ પ્રોજેક્ટ રદ્ કરશે અથવા તેને હાલ પૂરતો બંધ કરશે એવું મનાય છે. હોંગકોંગ સ્થિત આર્થિક નિષ્ણાત રોબર્ટ કોપીએ જણાવ્યું હતું કે ચીનનો આ પ્રોજેક્ટ એશિયા-યુરોપના ૬૫ દેશો સાથે સંકળાયેલો છે. તેમાં કેટલાક દેશો સાથે ચીનને આર્થિક કરારો કરવામાં મુશ્કેલી પડી છે. તો કેટલાક દેશો સાથે રાજકીય બાબતોમાં વિવાદ શરૃ થયો છે. પાકિસ્તાનથી છેક તાન્ઝાનિયા-હંગેરી સુધી વિસ્તરતા આ પ્રોજેક્ટમાં ચીનને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે.

Post Comments