Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરબ જગતના ટોપ 100 ભારતીય ધનિકમાં રિટેઇલ બિઝનેસમેન યુસુફ અલી પહેલા ક્રમે

- 'ફોર્બ્સ' દ્વારા ખાડી દેશોપી ટોપ 100 ભારતીય ઉદ્યોગપતિની યાદી જાહેર

- યુએઇમાં લુલુ ગૂ્રપ ઇન્ટરનેશનલ નામના જૂથના સ્થાપક યુસુફ અલીની કુલ સંપત્તિ પાંચ અબજ ડૉલર

(પીટીઆઈ)     દુબઇ, તા. 15 મે 2018, મંગળવાર

ફોર્બ્સ મેગેઝિને આરબ દેશોમાં સફળતા મેળવનારા કુલ ૧૦૦ ભારતીય બિઝનેસમેન કે કંપની એક્ઝિક્યુટિવની  યાદી જાહેર કરી છે. આ  તમામ સફળ બિઝનેસમેનની કુલ સંપત્તિ ૨૬.૪ અબજ ડૉલર જેટલી થવા જાય છે. 'ટોપ ૧૦૦ ઈન્ડિયન લીડર્સ ઈન ધ આરબ વર્લ્ડ' નામે જાહેર કરેલી આ યાદીમાં આરબ જગતની ટોપ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના કોર્પોરેટ એક્સપર્ટનો સમાવેશ થાય છે.

આ યાદીમાં પહેલા નંબરે રિટેઇલ બિઝનેસના માંધાતા યુસુફ અલીનો સમાવેશ થાય છે. તેમણે જાતમહેનતે લુલુ ગૂ્રપ ઇન્ટરનેશનલ નામની કંપનીની સ્થાપના કરી છે, જેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જાતમહેનતે પાંચ અબજ ડૉલરની સંપત્તિના માલિક બનીને યુએઈના પણ ત્રીજા નંબરના સૌથી મોટા બિલિયોનેર બન્યા છે. આ યાદીમાં બીજા ક્રમે ૩.૬ અબજ ડૉલરની નેટવર્થ સાથે બી. આર. શેટ્ટી છે, જ્યારે ૩.૫ અબજ ડૉલરની સંપત્તિ સાથે રવિ પિલ્લાઇ ત્રીજા ક્રમે છે.

આ ત્રણેય બિઝનેસમેનની કુલ સંપત્તિ ૧૨ અબજ ડૉલરથી વધુ છે. તેઓેએ આરબ જગતની જેમ ભારતમાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ભારતના યુએઈ સ્થિત રાજદૂત નવદીપ સિંઘ સૂરીએ કહ્યું હતું કે, યુએઈમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ ચાવીરૃપ ઉદ્યોગોમાં કાઠું કાઢી રહ્યા છે. આ ભારતીયો પણ યુએઇમાં ભારતના રાજદૂતો જેવી ભૂમિકા ભજવી રહ્યા છે.

બે દેશ વચ્ચેનું અંતર ઓછું કરવા તે ખૂબ જરૃરી છે. યુએઇમાં ભારતીયોએ રિટેઇલ, હેલ્થકેર, કન્સ્ટ્રક્શન, હોસ્પિટાલિટી અને મેન્યુફેક્ચરિંગ સહિતના અનેક ક્ષેત્રોમાં સફળતાની સિદ્ધિઓ સર કરી છે. ભારતીયો યુએઇમાં રોજગાર સર્જન કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ભારતીયોની સફળતાનો લાભ ભારતને રોકાણો થકી મળી રહ્યો છે.

 નોંધનીય છે કે, ખાડી દેશોમાં ભારતીયો મોટા પ્રમાણમાં વસે છે અને તેઓ પાયાના રોજગારોથી લઈને રોજગારનું સર્જન કરવા સુધીમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Post Comments