Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વમાં ૬૦ ટકા પેરેન્ટ્સ બાળકોને વિટામિનની ગોળીઓ આપવામાં બેદરકાર

- મેડિકલ સ્ટાફ માત્ર ૩૦ ટકા પેરેન્ટ્સને વિટામીનની ઉપયોગીતા સમજાવે છે

- મોટાભાગના માતા-પિતા માને છે કે બાળકને મળતો ખોરાક તેના શરીર માટે પૂરતો છે : નવા સંશોધનનું તારણ

લંડન, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

એક વૈશ્વિક સંસ્થાના અહેવાલમાં તારણ આવ્યું હતું કે વિશ્વના લગભગ ૬૦ ટકા પેરેન્ટ્સ પાંચ વર્ષની નીચેના બાળકને વિટામીનની ગોળીઓ આપવાની બાબતે બેદરકાર છે. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે માત્ર ૪૦ ટકા માતા-પિતા જ બાળકને વિટામીન્સ આપે છે.

હેલ્થકેર પ્રોફેશ્નલના એક વૈશ્વિક સર્વેમાં જાણવા મળ્યું હતું કે વિશ્વના ૬૦ ટકા માતા-પિતાઓ માને છે કે તેના બાળકને વિટામીન્સના સપ્લિમેન્ટની જરૃરિયાત નથી. માતાપિતા એમ ધારી લે છે કે તેના બાળકને મળતો ખોરાક તેના શરીર માટે પૂરતો છે. સંશોધકોના મતે બાળકના સમગ્રલક્ષી વિકાસ માટે સરકારે નક્કી કરેલા વિટામીન્સના સપ્લિમેન્ટ્સ આપવા જરૃરી છે. એ ગોળીઓ બાળકનો દિમાગી વિકાસ વધુ ઝડપથી કરે છે, પણ ઘણાં ખરા માતા-પિતાઓને એ વાતની ખબર જ હોતી નથી.

અહેવાલ પ્રમાણે વિશ્વમાં માત્ર ૩૦ ટકા પેરેન્ટ્સને  જ મેડિકલ સ્ટાફ એ ઉપયોગિતા સમજાવી શકે છે. આ ૩૦ ટકામાં પણ અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા-ફ્રાંસ, જર્મની જેવા દેશો અવ્વલ છે. એ સિવાયના એશિયા-આફ્રિકાના દેશોમાં તો આ આંકડો ખૂબ જ નીચે છે. ભારત સહિતના એશિયન દેશોમાં તો માંડ ૧૮ ટકા પેરેન્ટ્સ જ એ વાત જાણે છે કે સરકારે વિટામીન્સની ગાઈડલાઈન જાહેર કરી છે અને બાળકને એ ગાઈડલાઈન પ્રમાણે ગોળીઓ આપવી જોઈએ. એશિયા અને આફ્રિકન દેશોમાં લગભગ ૭૦ ટકા પેરેન્ટ્સ સરકારી ગોળીઓને શંકાની નજરે જૂએ છે અને સરકારી સ્ટાફ આપી જાય છતાં તેને બાળકથી દૂર રાખવાનું પસંદ કરે છે.

એબર્ટેવ બ્રો મોર્ગન યુનિવર્સિટીના સંશોધન માટે લગભગ ૧૦૧ સવાલોની યાદી તૈયાર કરી હતી. તેના આધારે આ તારણો રજૂ કરાયા હતા. એમાં વિવિધ સરકારને એવી ટકોર પણ કરવામાં આવી હતી કે મોટાભાગની સરકારો નવી નીતિ પ્રમાણેની ગાઈડલાઈન બનાવતી નથી અને જૂની ગાઈડલાઈનને આધાર બનાવીને ચાલે છે. બાળકોમાં ઓછા વજનની સમસ્યા હલ કરવા વિટામીન્સના સપ્લિમેન્ટ્સ જરૃરી હોવાનું આ અહેવાલમાં ભારપૂર્વક કહેવાયું હતું.

Post Comments