Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન: લાહોરના એક શખ્સે પહેર્યા 17 લાખના જૂતા, 5 લાખની ટાઈ

- લાહોરના બિઝનેસમેન સલમાન શાહિદે પોતાના લગ્નમાં શાહી શણગાર સજ્યો

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

લગ્નમાં નવવધૂના ડ્રેસની ચર્ચાઓ તો થતી સાંભળી છે. જેમાં જ્વેલરીથી લઈને લહેંગા સુધીની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. દરેકનું ધ્યાન તેના પર હોય છે.

પરંતુ પાકિસ્તાનમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વરનો શણગાર ચર્ચામાં છે. જેણે નવવધુ કરતા પણ વધારે ગોલ્ડ પહેર્યું છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. તેમણે ના માત્ર સોનાના જૂતા પહેર્યા હતા પરંતુ ટાઈ પણ સોનાની પહેરેલી હતી.

લાહોરના બિઝનેસમેન સલમાન શાહિદે પોતાના લગ્નમાં સોનું પહેરવામાં કોઈ કસર છોડી નથી. તેમણે ગોલ્ડ કલરનું સૂટ, સોનાના જૂતા અને સોનાની ટાઈ પહેરી હતી. તેમને જ્યારે આ પહેરવાનું કારણ પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું, હું હંમેશાથી જ સોનાના જૂતા પહેરવા ઈચ્છતો હતો. લોકો સોનાનો તાજ પહેરે છે, પરંતુ હું લોકોને જણાવવા માંગુ છુ કે જૂતા પણ સોનાના પહેરી શકાય છે.

સલમાને પોતાના ઈન્સટાગ્રામ પર પોસ્ટ પણ કરી છે. તેના રિપ્લાય કરતા અમુક યુઝરે જુદી-જુદી કોમેન્ટ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે લખ્યું, એક જૂતાને વેચીને કોઈની સારવાર થઈ શકે છે. બીજા યૂઝરે લખ્યુ, હું દુલ્હનને જોવા ઈચ્છુ છુ. જો દુલ્હાના આટલા નખરા છે તો દુલ્હન કેવી સજી હશે.

Post Comments