Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂફી દરગાહ પરના આત્મઘાતી હુમલા બાદ PAK સુરક્ષાદળોની વળતી કાર્યવાહીમાં 37 આતંકવાદીઓનો ખાત્મો

- જુદાં જુદાં શહેરોમાંથી ડઝનબંધ સંદિગ્ધોની ધરપકડ

- હજુ થોડા દિવસ આતંકવાદવિરોધી અભિયાન ચાલુ રહેશે

ઇસ્લામાબાદ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સહવાન ખાતે લાલ શહબાઝ કલંદર સૂફી દરગાહમાં ISISના આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યા બાદ પાકિસ્તાની સુરક્ષાદળોએ દેશભરમાં છેડેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં એક જ રાતમાં 37 આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. ગઇકાલે થયેલા આત્મઘાતી હુમલામાં 76 જણાના મૃત્યુ થયા હતાં.

પાકિસ્તાન સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ વિભિન્ન શહેરોમાં ડઝનબંધ સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ અથડામણમાં 37 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યાં છે. અધિકારીના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેશે. પેરામિલિટરી રેન્જર્સ તરફથી જાહેર થયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ સિંધ પ્રાંતમાં ચલાવવામાં આવેલા ઓપરેશન્સમાં ઓછામાં ઓછા 18 આતંકવાદીઓને મારવામાં આવ્યાં. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં 11 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો. પેશાવરના રેગી વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાન સરહદ પાસેની એક ચેકપોસ્ટ પર આતંકવાદીઓના હુમલા બાદ વળતી કાર્યવાહીમાં 4 આતંકવાદીઓને મારવામાં આવ્યાં.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે સિંધ પ્રાંતના સહવાન ખાતે આવેલી લાલ શહબાઝ કલંદર સૂફી દરગાહમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં 76 જણા માર્યા ગયા હતાં અને 150થી વધારે જણા ઇજાગ્રસ્ત થયા હતાં. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISએ લીધી હતી.

Post Comments