Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન દિલ્હીથી 750 કિ.મી દૂર પરમાણુ હથિયારો છુપાવવા બનાવશે ટનલ

- ભારત સાથે થઈ રહેલા ઘર્ષણને કારણે પાક. બનાવશે ટનલ

- ટનલની ઉંચાઈ અને લંબાઈ 10થી 12 મીટર સુધીની હશે

ઈસ્લામાબાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરુવાર

આંતકીઓને પનાહ આપતુ પાકિસ્તાન હવે પરમાણુ હથિયારો છુપાવવા માટે ટનલનું નિર્માણ કરી રહ્યું છે. દિલ્હીથી લગભગ 750 કિલોમીટર દૂર અમૃતસરની નજીક આવેલા મિયાંવાલી જિલ્લામાં આ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભારત સાથે થઈ રહેલા ઘર્ષણને કારણે પાકિસ્તાન પરમાણુ હથિયારોનો સંગ્રહ કરવા માટે ટનલ બનાવી રહ્યું છે.   

તાજેતરમાં થયેલી સયુંક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાનના PM શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું હતું કે ભારત સાથે થઈ રહેલા શીત યુદ્ધનો સામનો કરવા માટે નજીકથી હુમલો કરી શકે તેવા પરમાણુ હથિયારો વિકસિત કરી રહ્યાં છે.   

આ પરમાણુ હથિયારને લઈને અમેરિકાએ ચિંતાના સૂરમાં કહ્યું હતુ કે આ પરમાણુ હથિયારો આંતકવાદીઓના હાથમાં જતા રહેવાની સંભાવના છે. આ ઉપરાંત અમેરિકાએ કહ્યું કે પરમાણુ હથિયારો આંતકીઓના હાથે લાગી ગયા તો? ભારતે  પણ અગાઉ પાકિસ્તાનને આ પરમાણુ હથિયારોનો નાશ કરવાની વાત ઉચ્ચારી હતી.    

કેવી રીતે થઇ રહ્યું છે ટનલનું નિર્માણ
- આ ટનલને અન્ય ત્રણ પરમાણુ ટનલો સાથે જોડવામાં આવશે
- ટનલની ઉંચાઈ અને લંબાઈ 10થી 12 મીટર સુધીની હશે
- આ ટનલને બ્રોડ રોડ્સ સાથે જોડવામાં આવશે
- ટનલમાં આવવા જવા માટે ત્રણ રસ્તા હશે
- પ્રત્યેક ટનલની અંદર 12થી 24 પરમાણુ હથિયાર રાખવાનો સ્ટોર હશે


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments