Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાં લગ્નનો ઈનકાર કરનારી બે બહેનો પર ગ્રેનેડથી હુમલો

- ડ્રગ એડિક્ટ યુવક સાથે શાદીનો ઈનકાર કરતા સુતેલી બન્ને બહેનો પર બોંબ ફેક્યો

કરાંચી, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પાકિસ્તાનમાં એક વ્યક્તિના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવવા બદલ, તે વ્યક્તિએ બન્ને બહેનો પર હાથબોંબ (ગ્રેનેડ) ફેકતા બન્ને ઘાયલ થઇ છે.

પાકિસ્તાનના લાંધી વિસ્તારમાં આવેલા કોડીગોથ ગામમાં રહેતા કાદીરબક્ષની બે પુત્રીઓ સમરિન (૧૯) અને સનમ (૧૭) પૈકી એક સાથે તેના સંબંધી સાજીદે લગ્ન કરવા બે વખત પ્રસ્તાવ મોકલ્યો હતો. પણ કાદીરબક્ષના પરિવારે તે પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. પરિણામે ગુસ્સે ભરાયેલા સાજીદે, કાદીરબક્ષના પરિવારને ઠાર કરવાની ધમકી પણ આપી હતી. તેમ કાદીરબક્ષે, પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું.
પોલીસના મતે, સાજીદ એક ગેંગનો સદસ્ય અને ડ્રગ એડિક્ટ છે.

પોલીસે, બક્ષ વતી ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી છે. જ્યારે સાજીદને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. બન્ને બહેનોને જિન્હા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લઇ જવાઇ છે. સારવાર કરી રહેલા ડોકટરોના મતે બન્ને બહેનો જોખમ મુક્ત છે. બન્ને બહેનો તેમના નાનકડા મકાનના છાપરા પર સુઇ રહી હતી ત્યારે તેના પર બોંબ ફેકવામાં આવ્યો હતો, તેમ કાદીરબક્ષે માહિતી આપી હતી.

Post Comments