Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાં રસ્તા કિનારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 6ના મોત: આઠ ઈજાગ્રસ્ત

- રિમોટ દ્વારા નિયંત્રણમાં રહેનાર બોમ્બ એક બાઈકમાં રાખવામાં આવ્યો હતો

પેશાવર, તા. 6 ડિસેમ્બર 2017 બુધવાર

પાકિસ્તાનના અશાંત ઉત્તરી વઝીરિસ્તાનમાં એક સેનાના વાહન નજીક રસ્તા કિનારે થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા અને આઠ ઈજાગ્રસ્ત થયા છે. રિમોટથી નિયંત્રણમાં રહેનાર બોમ્બ એક બાઈકમાં રાખવામાં આવ્યો હતો.

ઉત્તરી વજીરિસ્તાન એજન્સીના મીર અલી તાલુકામાં રસ્તાના કિનારે ઉભેલી એક બાઈકમાં બોમ્બ લગાવવામાં આવ્યો હતો. ઉત્તરી વજીરિસ્તાનના કબાઈલી ક્ષેત્રના એક ઉચ્ચ વહીવટી કમરાન અફરીદીએ કહ્યું કે આ વિસ્ફોટમાં મરનાર નાગરિક છે.

તેમણે જણાવ્યુ કે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદની નજીક કબાઈલી વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકો મરી ગયા છે. અફરિદીએ જણાવ્યુ કે ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

આતંકવાદીઓ વિરુદ્ધ ઝર્બ-એ-અજ્બ અભિયાનના પૂર્ણાહૂતિ બાદ આ પ્રથમ મોટો વિસ્ફોટ છે. ગત અઠવાડિયે દક્ષિણી વજીરિસ્તાન એજન્સીમાં આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો અને પાંચ લોકોના મોત થયા હતા.

Post Comments