Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય મૂળના અમેરિકન ગુનેગારની મોતની સજા રોકવા સંભવ

- અગાઉ રઘુનંદનને ૨૩મી ફેબુ્રઆરીએ મૃત્યુદંડ આપવાનું નક્કી થયું હતું

- આંધ્રપ્રદેશની અમેરિકા ગયેલા રઘુનંદને ૧૦ વર્ષની બાળકી અને તેના દાદીની હત્યા કરી હતી : ૨૦૧૪માં મોતની

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ભારતીય મૂળના અમેરિકન ગુનેગાર રઘુનંદનને ૨૦૧૪માં મૃત્યુદંડ અપાયો હતો. આગામી ૨૩મી ફેબુ્રઆરીએ તેને ઈન્જેક્શન આપીને મોતની સજા થવાની હતી, પણ હવે પેન્સિલવેનિયાના કાયદાના કારણે એ સજા હાલપૂરતી ટળી જાય એવી શક્યતા છે.

આંધ્રપ્રદેશમાંથી અમેરિકાના પેન્સિલવેનિયામાં સ્થાઈ થયેલા રઘુનંદને એક ૧૦ વર્ષની બાળકી અને તેના દાદીનું અપહરણ કરીને બંનેની હત્યા કરી નાખી હતી. એ પછી કોર્ટે ૨૦૧૪માં રઘુનંદનને મોતની સજા ફટકારી હતી. જેલ સત્તાધીશોએ રઘુનંદનની મોતની સજા અમલી બનાવવા માટે આગામી ૨૩મી ફેબુ્રઆરીની તારીખ નક્કી કરી હતી. આગામી ૨૩મી ફેબુ્રઆરીએ રઘુનંદનને ઝેરનું ઈન્જેક્શન આપીને મોતની સજા થવાની હતી, પણ હવે એ સજા અટકી જાય તેવી શક્યતા છે.

૨૦૧૫માં પેન્સિલવેનિયાના ગર્વનરે રાજ્યભરમાં મોતની સજા ન કરવાનો કાયદો બનાવ્યો હતો. જોકે, રઘુનંદનને એ પહેલાં જ સજા કરવામાં આવી હતી એટલે એ કારણે આગળ ધરીને સ્થાનિક તંત્ર તેને સજા આપવાનું હતું, પણ હવે ફરીથી તેની સજા અટકી જાય તેવી શક્યતા છે.

પેન્સિલવેનિયાના કરેક્શન વિભાગના ડિરેક્ટરે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે રઘુનંદનને મોતની સજા થાય તેવી શક્યતા બહુ જ ઓછી છે. ડિરેક્ટરે જણાવ્યું હતું કે ગર્વનર ટોમ વોલ્ફે જણાવ્યું હતું કે કોર્ટે આ ગુનેગારની મોતની સજા અટકાવવા નોટિફિકેશન જારી કરવાની જરૃર હતી, પણ હવે તે ખુદ નોટિફિકેશન જારી કરશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૦ વર્ષમાં પેન્સિલવેનિયામાં એક પણ ગુનેગારની મોતની સજા અમલી બનાવવામાં આવી નથી. મોતની સજા થઈ હોય એવા ગુનેગારની દયા અરજી ધ્યાનમાં લઈને તેની સજા આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવે છે.

Post Comments