Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેમસંગનો વારસદારની દક્ષિણ કોરીયાના રાજકીય લાંચ કૌભાંડમાં સંડોવણીની શંકા

- દક્ષિણ કોરીયાની પ્રમુખ પાર્ક જેઉન હાયના કૌભાંડોની તપાસમાં લી જોએનું નામ ખુલ્યું

સીઓલ, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
દક્ષિણ કોરીયાના પ્રમુખ પાર્ક જેઉન હાયના ભ્રષ્ટાચાર અને વગ વાપરવાના કૌભાંડમાં ચાલી રહેલી તપાસમાં સેમસનનો વારસદાર લી- જાએ યોંગ પણ ગુનાઇત શંકાસ્પદ બન્યો હતો. પાર્ક સામે સંસદમાં મહાભિયોગ કરાયો હતો. સેમસંગના માલીક લી કુન હીના પુત્ર અને વાઇસ ચેરમેન લી સામે લાંચના કેસમાં શંકાસ્પદ ગણીને કામ ચલાવવામાં આવશે, એમ ફરીયાદ પક્ષે આજે કહ્યું હતું. ' અમે લીને  શંકાસ્પદ તરીકે આવતી કાલે સવારે પૂછપરછ માટે બોલાવવા નક્કી કર્યું હતું' એમ આ કૌભાંડની તપાસ કરી રહેલી ટીમના પ્રવકતા લી ક્યુ ચુલે કહ્યું હતું.

આ કૌભાંડ પાર્કની ગોપનીય વિશ્વાસુ ચોઇ સૂન સિલ સબંધિત છે જેમની પર દેશના ટોચની કંપનીઓને લાખો ડોલરનું દાન ચોઇના બે ફાઉન્ડેશનને આપવા  ફરજ પડાઇ હતી. ચોઇએ એ ફંડનો ઉપયોગ અંગત કામો માટે કર્યો હતો, એમ ફરીયાદ પક્ષે કહ્યું હતું. આ ફાઉન્ડેશનને સૌથી વધુ દાન આપનાર સેમસંગ હતો. ઉપરાંત ચોઇની રહેમનજર મેળવવા માટે ચોઇની પુત્રીને ઘોડાની રેસમાં ભાગ લેવા માટે જર્મનીમાં તાલીમ આપવા માટે લાખો ડોલર આપ્યાનો ચોઇ પર આરોપ મૂકાયો હતો.

 ફરીયાદ પક્ષે મહિનાઓ સુધી સેમસંગના અધિકારીઓ અને લીની પૂછપરછ કરી હતી. અધિકારીઓ એવી દલીલ કરી હતી કે તેમને પૈસા આપવાની ફરજ પાડવામાં આવી નહતી અને દાનના બદલામાં તેમણે કોઇ જ તરફેણ માગી નહોવાના કારણે એને લાંચ ના કહેવાય. પ્રવકતા લીએ કહ્યું હતું કે તપાસકર્તાઓ સેમસંગના વારસદારની  આગળ જતાં ધરપકડનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો.

Post Comments