Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇ હુમલામાં પાક.નો હાથ હોવાના નિવેદન મુદ્દેઃ શરીફ-સેના આમને સામને

- મુંબઇ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો શરીફે સ્વીકાર કર્યો હતો

- શરીફ પોતાના નિવેદન પર અડીખમ, પાકિસ્તાન સૈન્યએ દાવાની ટીકા કરી પાક. પીએમ અબ્બાસીને શરીફને સમજાવવા

નવી દિલ્હી, તા.14 મે 2018, સોમવાર

મુંબઇ હુમલા મુદ્દે પાકિસ્તાની સૈન્ય અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આમને સામને આવી ગયા છે. નવાઝ શરીફે જાહેરમાં એક નિવેદન કરીને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પાકિસ્તાની આતંકીઓએ જ મુંબઇ હુમલાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર મામલે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ પડી ગયું હતું. બીજી તરફ હવે પાકિસ્તાન સૈન્ય ભીનુ સંકેલવાના પ્રયાસો કરી રહ્યું છે. અને સોમવારે એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી જેમાં પાકિસ્તાન સૈન્ય અને સરકાર વચ્ચે તુતુ મેમે પણ થઇ હોવાના અહેવાલો છે.

સૈન્યએ એક નિવેદન જારી કરીને શરીફના દાવાઓને નકાર્યા હતા અને તેની ટીકા પણ કરી હતી. જ્યારે બીજી તરફ નવાઝ શરીફે કહ્યું હતું કે હું જે પણ બોલ્યો તે હકીકત છે અને હુ મારા નિવેદન પર અડીખમ છું.  સોમવારે પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમીટી (એનએસસી) દ્વારા એક તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી.

જેમાં સૈન્ય અને સિવિલ સંગઠનોના વડાઓ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં નવાઝ શરીફના નિવેદન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનને બચાવવા માટે દોષના ટોપલા ભારત પર ઢોળવામાં આવ્યા હતા અને મુંબઇ હુમલાના કેસની જે ટ્રાયલ ચાલી રહી છે તેમાં મોડુ થવાનું એક કારણ ભારતનું વલણ જવાબદાર હોવાના જુઠાણા પાકિસ્તાને ચલાવ્યા હતા.

નોંધનીય છે કે ૨૦૦૮માં લશ્કરે તોયબાના આતંકીઓએ મુંબઇમાં નવેમ્બર માસમાં હુમલો કર્યો હતો. જેમાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઝડપાયેલા એક માત્ર આતંકી અજમલ કસાબને ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. એનએસસીની બેઠકમાં આ હુમલા અંગે નવાઝ શરીફે જે નિવેદન કર્યું તેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન અબ્બાસી હાજર રહ્યા હતા, તેઓએ બેઠકમાં શું શું ચર્ચા થઇ તેની જાણકારી શરીફની સાથે મુલાકાત યોજી કરી હતી.

બીજી તરફ નવાઝ શરીફને હવે કાયદાની જાળમાં ફસાવવાની તૈયારી વધી ગઇ છે.  લાહોરની હાઇકોર્ટમાં વકીલ આફતાબ વીર્કેએ નવાઝ શરીફ વિરુદ્ધ એફઆઇઆરની માગ કરતી અરજી દાખલ કરી હતી.મંુબઇ હુમલા અંગે આપેલા નિવેદન મુદ્દે આ એફઆઇઆરની માગણી થઇ છે. બીજી તરફ શરીફે કહ્યું હતું કે મે જે પણ કહ્યું હતું તેમાં કંઇ જ ખોટુ નથી. આ પહેલા પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ, રેહમાન મલીક પણ આવુ કહી ચુક્યા છે.

શરીફના નિવેદનને ખોટી રીતે રજુ કરાયુંઃ પાક. પીએમ
બીજી તરફ પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન શાહીદ ખાકન અબ્બાસીએ નવાઝ શરીફનો બચાવ કરવા માટે તેના નિવેદનને ખોટી રીતે ચીતરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે નવાઝ શરીફનો ઇરાદો પાકિસ્તાનને બદનામ કરવાનો નહોતો. તેમના નિવેદનને ખોટી રીતે પાક. મીડિયા દ્વારા લેવામાં આવ્યું છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે નવાઝ શરીફના દરેક નિવેદન અને નિર્ણયમાં અમારો તેમને પુરો સહકાર છે. અને તેમને આ નિવેદન આપવા માટે કોઇએ પણ તેમના પર દબાણ નહોતુ કર્યું, આ તેમનો અંગત નિર્ણય હતો. તેવો દાવો પણ  અબ્બાસીએ કર્યો છે.

Post Comments