Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રમુખ તરીકેના અંતિમ ભાષણમાં ઓબામાની અમેરિકનોને લોકશાહીનું રક્ષણ કરવાની અપીલ

- શિકાગોમાં ૨૦,૦૦૦ સમર્થકો સામે ૫૫ મિનિટ ભાષણ આપ્યું

- અમેરિકાના પ્રમુખ તરીકે ઓબામાનો ૨૦ જાન્યુઆરીએ છેલ્લો દિવસ : ચીન અને રશિયા જેવા પ્રતિસ્પર્ધીઓ વિશ્વમાં અમેરિકાના પ્રભાવની અવગણના કરી શકે તેમ નથી

(પીટીઆઇ)    શિકાગો, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 017
અમેરિકાના પ્રમુખ તરીકે અંતિમ ભાષણ આપતી વખતે બરાક ઓબામા લાગણીવશ થઇ ગયા હતાં. ઓબામાએ અમેરિકનોને વધી રહેલા વંશવાદ, અસમાનતા અને ભેદભાવને કારણે લોકશાહી સામે ઉભા થયેલા ખતરા અંગે ચેતવણી આપી છે. તેમણે અમેરિકનોને લોકશાહીનું રક્ષણ કરવાની અપીલ કરી હતી.

શિકાગોમાં પોતાના ૨૦,૦૦૦ સમર્થકોને સંબોધતા ઓબામાએ જણાવ્યું હતું કે કાયદાનું શાસન, માનવાધિકારો, વાણી, એકત્ર થવા અને ધર્મની સ્વતંત્રતા સાથેના શાસનની સાથે સાથે સ્વતંત્ર પ્રેસના પાયા પર ઉભેલી વૈશ્વિક વ્યવસ્થા સામે હવે હિંસક ફાસીવાદીઓ પડકાર ઉભો કરી રહ્યાં છે.

૫૫ વર્ષીય ઓબામાએ જણાવ્યું હતું કે પરિવર્તન લાવવાની મારી ક્ષમતામાં વિશ્વાસ કરવાને બદલે તમે તમારામાં વિશ્વાસ કરશો. અમેરિકાના પ્રમુખ તરીકે ઓબામાનો ૨૦ જાન્યુઆરીએ છેલ્લો દિવસ હશે. ૨૦ જાન્યુઆરીએ રિપબ્લિકન ટ્રમ્પ અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ લેશે.

તેમણે અમેરિકાના પ્રમુખ તરીકે ૫૫ મિનિટ ભાષણ આપ્યું હતું. ઓબામાએ જણાવ્યું હતું કે તે મુસ્લિમ અમેરિકનો સાથે ભેદભાવ રાખવામાં માનતા નથી. મને કહેતા આનંદ થાય છે કે મુસ્લિમ અમેરિકનો એટલા જ દેશભક્ત છે જેટલા આપણે.

વંશવાદ અને જાતિવાદનો વિરોધ કરતા ઓબામાએ જણાવ્યું હતું કે નોકરી, મકાન, શિક્ષણ અને ન્યાય આપવામાં આ દૂષણને દૂર કરવો ખૂબ જરૃરી છે. અમેરિકાને કોઇ પણ હરાવી નહીં શકે જ્યાં સુધી આપણે આપણા બંધારણ અને સિંદ્ધાતોને ભૂલી નહીં જઇએ.

ચીન અને રશિયા જેવા પ્રતિસ્પર્ધીઓ વિશ્વમાં અમેરિકાના પ્રભાવની અવગણના કરી શકે તેમ નથી. ઓબામાએ જણાવ્યું હતું કે આઠ વર્ષ અગાઉના અમેરિકા કરતા હાલનું અમેરિકા વધુ મજબૂત બન્યું છે. આઇએસઆઇએસનો વિનાશ થવાનો જ છે અને તેના સિવાય પણ જે કોઇ અમેરિકાને ધમકાવશે તે સલામત નહીં રહે.

અમે ઓસામા બિન લાદેન સહિત હજારો આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. ઓબામાએ જણાવ્યું હતું કે આઠ વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ પદે રહેવા બદલ હું ગર્વ અનુભવી રહ્યો છું.
 

Post Comments