Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોર્થ કોરિયાએ સ્કોર બરાબર કરવાની આપી ધમકી, દારૂગોળાથી કરશે છેલ્લો હુમલો

- ઉત્તર કોરિયા અમેરિકા સાથે બદલો લેવા સજ્જ

નોર્થ કોરિયા, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

કેટલાક અઠવાડિયા પહેલા નોર્થ કોરિયાએ જાપાન ઉપરથી બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરી હતી. ઉત્તર કોરિયા અમેરિકા સાથે બદલો લેવાના ફિરાકમાં છે. તાનાશાહી શાસનવાળા દેશમાં સતત પરમાણુ પરીક્ષણ કરીને પોતાને સશક્ત બનાવ્યા છે.

આ અગાઉ પણ જુલાઈમાં અમેરિકા સુધી પહોંચવાવાળી મિસાઈલનું પરીક્ષણ ઉત્તર કોરિયા કરી ચૂક્યું છે. બંને દેશોના ટક્કરના મૂળ ઘણાં જૂના છે. કોરિયા યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઉત્તર કોરિયા પર જામીને બોમ્બ ફેંક્યા હતા.

આ અગાઉ ઉત્તર કોરિયાએ અમેરિકાના બોમ્બર વિમાનોને મારી નાખવાની ધમકી આપી હતી. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રિ યોંગ હોએ એટલે સુધી કહ્યું કે અમેરિકા વિમાન તેની સરહદથી બહાર પણ નીકળી જાય તો તે તેને પાડી નાખશે.

રિ યોંગે યુએનમાં ટ્રમ્પના ભાષણને પણ માનસિકરૂપથી બીમાર હોવાનું સ્ટેટમેન્ટ કરાર આપ્યો હતો. વિદેશ મંત્રી રિ યોંગ હોએ ગયા મહિને અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે અમારી વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધુ છે.

નોર્થ કોરિયાના વિદેશ મંત્રીએ અમેરિકાને હિંસાની ધમકી આપતા યુદ્ધનો માહોલ બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યું છે.

અમેરિકાની સાથેના તણાવ વચ્ચે નોર્થ કોરિયાએ ફરી ધમકી આપતા કહ્યું કે રમતમાં છેલ્લો વાર શબ્દથી નહીં દારૂગોળાથી થશે, ત્યારે સ્કોર બરાબર થશે. અમેરિકાએ નોર્થ કોરિયા પાસે ફરીથી પોતાના બોમ્બર વિમાનોને મોકલ્યા છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments