Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ. કોરિયા અમેરિકા વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરશે તો તેને પસ્તાવું પડશે : ટ્રમ્પ

- કિમ જોંગ કોઇ પણ મૂર્ખામી કરશે તો જડબાતોડ જવાબ આપવા અમેરિકન સેના તૈયાર

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ફરીથી કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તેઓ ગુઆમ કે અમેરિકાના કોઇ અન્ય ક્ષેત્રની વિરુદ્ધ પ્રતિકૂળ કાર્યવાહી કરશે તો તેમને ખરેખર પસ્તાવુ પડશે.

તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કિમ જોંગ ઉન અને તેમનો પરિવાર ખુલ્લી ધમકી આપવાનું ચાલુ રાખશે અથવા ગુઆમ કે અન્ય અમેરિકન વિસ્તાર કે પછી અમેરિકાના કોઇ સહયોગી દેશ વિરુદ્ધ કાર્યવાહી કરશે તો તેને ખરેખર પસ્તાવોનો વારો આવશે અને તેને ટૂંક સમયમાં જ પસ્તાવો થશે. 

મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમ આગળ વધારવા બદલ અમેરિકાએ વધુ પ્રતિબંધ મૂક્યા પછી ઉત્તર કોરિયાએ ગુઆમમાં મિસાઇલ છોડવાની ધમકી આપ્યા પછી અમેરિકા દ્વારા ફરીથી ઉત્તર કોરિયને ચેતવણી આપવામાં આવી છે.

આ અગાઉ અમેરિકન પ્રમુખે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા થોડી પણ મૂર્ખામી કરશે તો તેની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર કોરિયન મહાદ્વીપ પર અમેરિકન સેનાને તૈયાર રાખવામાં આવી છે.  ટ્રમ્પ આજે અમેરિકાની સુરક્ષા ટીમને મળ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે આ સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ મળી આવે.

ઉત્તર કોરિયા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ યુએનમાં અમેરિકાના દૂત નિક્કી હેલી, વિદેશ પ્રધાન રેક્સ ટિલેરસન અમે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચ આર મેકમાસ્ટરને પણ મળ્યા હતાં.

Post Comments