Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા ત્રાટકશે એ દિવસ ઉ. કોરિયા માટે અતી ખરાબ હશે : ટ્રમ્પ

- ઉત્તર કોરિયાને વિશ્વ માટે ખતરો બનવા ન દેવાય

- ઉ. કોરિયા વિરૃદ્ધ વધુ સખ્તાઇથી કાર્યવાહીની જરૃર : ચીન

- અમેરિકા વિરુદ્ધ આક્રામક જવાબી કાર્યવાહી કરતા સંકોચ નહીં થાય : ઉ. કોરિયાની પણ ધમકી

વોશિંગ્ટન, તા. ૮ શુક્રવાર,સપ્ટેમ્બર 2017
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ભારે તંગદીલીનો માહોલ છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપતા જણાવ્યું છે કે જો અમે ઉત્તર કોરિયા વિરૃદ્ધ સૈન્ય કાર્યવાહી કરી તો તે ઉત્તર કોરિયા માટે અતી ખરાબ દિવસ હશે. સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા બની શકે તેટલા વહેલી તકે સુધરી જાય, અમે હજુ પણ ઉ. કોરિયા વિરૃદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનું નથી વીચારી રહ્યા, જો ખરેખર સૈન્ય કાર્યવાહી કરી તો ઉ. કોરિયા માટે તે દિવસ અતી ખરાબ રહેશે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે હાલ સમગ્ર વિશ્વમાં અમેરિકાનું સૈન્ય સૌથી તાકતવર છે. પણ અમને આશા છે કે આ સૈન્યનો ઉપયોગ અમારે ઉત્તર કોરિયા પર નહીં કરવો પડે. અને જો કર્યો તો તે દિવસ ઉ. કોરિયા માટે સૌથી દુ:ખદ હશે. અમે ઉત્તર કોરિયાને આ વિશ્વને ડરાવવા કે ધમકાવવા નહીં દઇએ. હાલ આ સમગ્ર મામલે અન્ય દેશો સાથે પણ ચર્ચા ચાલુ છે. આ સ્થિતિ વચ્ચે ચીને જણાવ્યું છે કે હાલની સ્થિતિ જોતા લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રએ ઉ. કોરિયા વિરૃદ્ધ વધુ આક્રામક કાર્યવાહી કરવી જોઇએ.

આ સ્થિતિ વચ્ચે બીજી તરફ ઉત્તર કોરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા હોય કે કોઇ પણ દેશ, જો અમારી વિરૃદ્ધ પગલા લેશે તો અમે પણ પાછા નહીં પડીએ અને શક્તિશાળી રુપી અમે જવાબ આપીશું. નોંધનીય છે કે ઉ. કોરિયા પરમાણુ પરિક્ષણ કરી પોતાની તાકાત દિવસે ને દિવસે વધારી રહ્યું છે. જેને પગલે ટ્રમ્પે આ ધમકી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર પણ ઉ. કોરિયા વિરૃદ્ધ આક્રામક પગલા લેવાનુ વિચારી રહ્યું છે. અને હવે સંયુક્ત રાષ્ટ્રને આ મામલે ચીને પણ સમર્થન આપ્યું છે.

Post Comments