Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિક પટેલના રૃ. ૧૧૫૦ કરોડના લોન કૌભાંડથી એક કંપની અને એક બેંક બંધ થઈ

- પેનન્ટ મેનેજમેન્ટ કંપની અને હાર્વર્ડ સેવિંગ બેંકને તાળા વાગી ગયા

- ઈલિનોઈ મેટ્રોપોલિટન ઈન્વેસ્ટમેન્ટ ફંડને રૃ. ૩૨૪ કરોડ

- અને વિસ્કોન્સિન યુનિવર્સિટી ક્રેડિટ યુનિયનને રૃ. ૩૩૮ કરોડનું નુકસાન

ઓર્લેન્ડો, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

નિક પટેલે ૧૭.૯ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૧૫૦ કરોડ રૃપિયાનું લોન કૌભાંડ કર્યું તેની ફ્લોરિડા રાજ્યના આર્થિક ક્ષેત્રે ગંભીર અસર થઈ છે. નિક પટેલને એ લોન કૌભાંડ બદલ ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પણ આ લોન કૌભાંડે કેટલીક કંપનીઓને બહુ જ મોટું આર્થિક નુકસાન પહોંચાડયું છે.

નિક પટેલે ફ્લોરિડામાં ફર્સ્ટ ફાર્મર્સ ફાઈનાન્શિયલ નામની કંપની બનાવીને હોટેલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. એ દરમિયાન નિક પટેલે પેનન્ટ મેનેજમેન્ટ નામની કંપનીના નામે લોન કૌભાંડ આચરીને એ રકમ પોતાની કંપની પાસે રાખી લીધી હતી. એટલું જ નહીં, પોતાની અને પરિવારની ભવ્ય લાઈફસ્ટાઈલ પાછળ પૈસા પાણીની જેમ વેર્યા હતા. ૧૧૫૦ કરોડ રૃપિયાના લોન કૌભાંડની એવી તો અસર થઈ છે કે ફ્લોરિડાની કેટલીક કંપનીઓને મરણતોલ ફટકો પડયો છે.

નિક પટેલે અલગ અલગ ૨૬ લોન કૌભાંડ આચર્યા હતા. એમાંથી સૌથી વધુ ફટકો પેનન્ટ મેનેજમેન્ટને પડયો હતો. આ કંપનીને પડેલો આર્થિક ફટકો એટલો મરણતોલ હતો કે આખી ઈન્વેસ્ટમેન્ટ કંપનીને જ તાળા વાગી ગયા. આ કંપની બંધ થઈ તેની અસર અન્ય નાની-મોટી કંપનીઓને પણ પડી હતી.

જેમ કે, પેનન્ટ સાથે બિઝનેસ કરતી બેંકોને તેમ જ અન્ય રોકાણકાર કંપનીઓને નુકસાન થયું હતું. લોન કૌભાંડ પહેલાં ઈલિનોઈ મેટ્રોપોલિટન ઈન્વેસ્ટમેન્ટ ફંડની થાપણો ૧.૮ અબજ ડોલર હતી તે ઘટીને ૫૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૨૦૦ કરોડ રૃપિયા થઈ ગઈ હતી. એટલું જ નહી, કંપનીને ૫૦.૪ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૨૪ કરોડ રૃપિયાનું દેખીતું આર્થિક નુકસાન થયું હતું.

પેનન્ટ મેનેજમેન્ટના કારણે ઈલિનોઈ મેટ્રોપોલિટન ઈન્વેસ્ટમેન્ટ ફંડને ખોટ ગઈ અને ઈલોનોઈસ મેટ્રોપોલિટન ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આઈમેટ) સાથે સંકળાયેલી બીજી જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને આર્થિક નુકસાન ખમવું પડયું. જેમ કે, આઈમેટમાં ૧૦૦ નગરપાલિકાઓ, ૧૮ પબ્લિક સ્કૂલ, ૧૫ પબ્લિક લાઈબ્રેરી, ૧૫ જાહેર ગાર્ડન, ત્રણ કમ્યુનિટી કોલેજ અને એક એરપોર્ટ ઓથોરિટીના પૈસા પણ હતા. આ ઉપરાંત ૨૭ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને ફાયરફાઈટર્સની રકમ પણ આઈમેટમાં રોકાયેલી હતી.

આ તમામને આર્થિક નુકસાન થયું છે. નિક પટેલના ૧૧૫૦ કરોડના કૌભાંડથી એક કંપની, એક બેંકને તો તાળા લાગી જ ગયા, પણ આટલી જાહેર-ખાનગી સંસ્થાઓને પણ તેની અસર થઈ છે.

Post Comments