Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.માં ચૂંટણી નજીક આવતા માહોલ ગરમાયો, નવાઝ શરીફ પર જુતુ ફેકાયું, વિદેશ પ્રધાનનું મો કાળુ કરાયું

- વિદેશ પ્રધાન આસીફ પર મોહમ્મદ પૈગંબરના અપમાનનો આરોપ લગાવી એક વૃદ્ધે શ્યાહી લગાવી દીધી

- યુવકોએ આતંકી સંગઠન અને પંજાબના રાજ્યપાલના હત્યારાના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા

નવી દિલ્હી, તા.૧૧ માર્ચ 2018, રવિવાર

પાકિસ્તાનમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઇ રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે વડા પ્રધાન પદની ખુરશી ગુમાવનારા નવાઝ શરીફ હાલ પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે.

જોકે તેઓએ પ્રજાની નારાજગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે લાહોરમાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ એક મોટી રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના પર બે અજાણ્યા શખ્સોએ જુતુ ફેક્યું હતું. જ્યારે શનિવારે એક શખ્સે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસીફ પર શ્યાહી ફેંકી હતી.

શિયાળકોટમાં ખ્વાજા આસીફ કાર્યકર્તાઓની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષના ટોચના નેતાઓની સાથે બનેલી ઘટના પુરવાર કરે છે કે લોકોમાં વર્તમાન સરકારથી ઘણો જ રોષ છે.

આતંકી હાફિઝ સઇદ ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યો છે. સાથે આતંકી હુમલાનંુ પ્રમાણ પણ પાક.માં વધતુ જાય છે. ગરીબી,કટ્ટરવાદે માજા મુકી છે. નવાઝ શરીફ સ્ટેજ પર પહોંચ્યા જ હતા કે તેમના પર જુતુ ફેંકાયુ હતું. શરીફ જે રેલીને સંબોધવાના હતા તેનું આયોજન જામીયા નઇમીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શરીફ આવ્યા કે તુરંત જ તેમણે વિરોધનો સામનો કરવો પડયો હતો.

શરીફ પર જે પહેલુ જુતુ ફેંકાયું તે તેમની નજીકથી પસાર થઇ ગયું હતું જ્યારે બીજુ જુત તેમને થોડુ વાગ્યું હતું. બન્ને યુવકોએ બાદમાં સ્ટેજ પર આવીને શરીફ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. સાથે પાક.ના પંજાબના રાજ્યપાલ સલમાન તાસીરના હત્યારા કાદરીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

બાદમાં ત્યા હાજર પોલીસે તાત્કાલીક બન્નેને ઝડપી લીધા હતા અને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જે યુવકોએ આ જુતુ ફેક્યું તેઓ પાકિસ્તાનના કટ્ટરવાદી આતંકી સંગઠનોના સમર્થક હોવાનું જાણવા મળ્યું છે.

આ સંગઠનો એક સમયે શરીફ સરકારના સમર્થક હતા. જોકે હવે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેઓ પણ પોતાનો કટ્ટરવાદી રંગ દેખાડી રહ્યા છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસીફે પણ વિરોધનો સામનો કરવો પડયો હતો. શનિવારે પોતાના વિસ્તાર શીયાળકોટમાં પીએમએલ-એનના કાર્યકર્તાઓના સમ્મેલનને સંબોધીત કરી રહ્યા હતા ત્યારે તે જ સમયે તેમની પાસે ઉભેલા લાંબી દાઢી વાળા એક વૃદ્ધે તેમના ચેહરા પર શ્યાહી ફેંકી મો કાળુ કર્યું હતું. તેમનો આરોપ હતો કે વર્તમાન સરકારે મોહમ્મદ પૈગંબરનું અપમાન કરતા કાયદામાં સુધારા કર્યા છે.

Post Comments