Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મ્યાંમારના સૈનિકો રોહિંગ્યા સ્ત્રીઓ પર આયોજનબદ્ધ બળાત્કાર કરે છે

- યુનાઈટેડ નેશન્સના ખાસ પ્રતિનિધિ પ્રમિલા પેટ્ટનનું સનસનીખેજ નિવેદન

(પીટીઆઈ) ઢાકા, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

મ્યાંમાર છોડીને આસપાસના દેશોમાં ભાગી રહેલા રોહિંગ્યા શરણાર્થીઓનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. યુનાઈટેડ નેશન્સે દાવો કર્યો છે કે, મ્યાંમારના સૈનિકો રોહિંગ્યા મહિલાઓ પર આયોજનબદ્ધ રીતે બળાત્કારો ગુજારી રહ્યા છે.

યુએનના પ્રતિનિધિ પેટ્ટન બાંગ્લાદેશમાં ૬.૧૦ લાખ રોહિંગ્યા શરણાર્થીઓ માટે ઊભા કરાયેલા કેમ્પોની મુલાકાતે

યુએનના સેક્સ્યુઅલ વાયોલન્સના સેક્રેટરી જનરલ અને સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ પ્રમિલા પેટ્ટને બાંગ્લાદેશની મુલાકાત વખતે આ સનસનીખેજ નિવેદન કર્યું છે. તેમણે બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં આવેલા કોક્ઝ બાજાર જિલ્લામાં રોહિંગ્યા શરણાર્થીના કેમ્પની મુલાકાત લીધી હતી, જ્યાં ૬.૧૦ લાખ રોહિંગ્યાએ આશરો લીધો છે.

પેટ્ટને કહ્યું હતું કે, આ પ્રકારની મહિલા વિરોધી હિંસા માનવતા સામેની શરમ છે. મેં રોહિંગ્યા સ્ત્રીઓની બળાત્કાર અને સામૂહિક બળાત્કારની દર્દનાક કહાનીઓ સાંભળી છે. અનેક સ્ત્રીઓ બળાત્કારો ગુજારવાના કારણે મોતને ભેટી છે. ફક્ત ધર્મના નામે હજારો સ્ત્રીઓ વિરુદ્ધ અત્યાચારો ગુજારાયા છે. સ્ત્રીઓને જાહેરમાં નગ્ન થવાની પણ ફરજ પડાઈ  હતી. એટલું જ નહીં, મ્યાંમારની સેનાએ અનેક સ્ત્રીઓને સેક્સ સ્લેવ તરીકે પણ ગોંધી રાખી હતી.

રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં એક સ્ત્રીને મળ્યા પછી પેટ્ટને દાવો કર્યો હતો કે, અહીં એક સ્ત્રીને મ્યાંમાર સૈનિકોએ ૪૫ દિવસ સુધી ગોંધી રાખી હતી. આ દરમિયાન તેના પર વારંવાર બળાત્કાર ગુજારાયો હતો. તેના શરીર પર પણ બચકા ભર્યાના, માર માર્યાના નિશાન જોઈ શકાય છે. ખાસ કરીને મ્યાંમારના રાખિને નામના વિસ્તારમાં સેનાએ રોહિંગ્યા સ્ત્રીઓ પર ભયાવહ અત્યાચાર ગુજાર્યો છે.

રોહિંગ્યા લઘુમતી સાથે સંકળાયેલા કેટલાક આતંકવાદીઓએ ૨૫મી ઓગસ્ટે મ્યાંમાર પોલીસ પોસ્ટ પર જીવલેણ હુમલો કર્યો હતો. એ પછી મ્યાંમાર પોલીસ અને સેનાએ રોહિંગ્યા લોકોના ઘરો પર દરોડા પાડીને તેમનો દેશનિકાલ કરવાની શરૂઆત કરી હતી. 

Post Comments