Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોસ એન્જલસ જંગલની આગ પ્રસરી હજારો નાગરિકોનું સ્થળાંતર

- અમેરિકાના બીજા ક્રમના સૌથી મોટા શહેરની ૧૫૦ ઇમારતો બળીને ખાક

લોસ એન્જીલીસ, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

લોસ એન્જીલીસની ઉત્તરે હજુ પણ મોટાભાગના વિસ્તારમાં પ્રસરી રહેલી આગે અમેરિકાના બીજા ક્રમના સૌથી મોટા શહેરની ઇમારતો માટે પણ જોખમ ઊભું કર્યું હતું. બેલ એર વિસ્તારમાં કરોડો ડોલરના મકાનો અને ગેટ્ટી આર્ટ સેન્ટર  સુધી આગની જ્વાળાઓ પહોંચતા તેમાં રહેલા કરોડોના કિંમતી કલેકશન પર જોખમ ઊભું થયું હતું. ઉપરાંત બુધવારે તો ઇન્ટરસ્ટેટ ૪૦૫ હાઇવેનો એક ભાગ  પણ બંધ કરી દેવાયો હતો.

'આજકાલ આવા દ્રશ્યોના કારણે તમારૃં હદય ભગ્ન થઇ જાય છે, પરંતુ આ જ એવા દિવસો પણ છે કે જ્યારે આપણા શહેરના સ્થિતિસ્થાપકતાના દર્શન કરાવે છે'એમ લોસ એન્જીલીસના મેયર એરિક ગારસેટ્ટીએ આજે કહ્યું હતું.અગાઉ વેન્ચુરામાં કટોકટી જાહેર કરી ચૂકેલા કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રાઉન લોસ એન્જીલીસની આગ પર નજર રાખી રહ્યા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની પરજ પડી હતી.

૮૩૦૦૦ એકર જમીનને ખાક કરનાર આગના કારણે વેપાર-ધંધા ઠપ થઇ ગયા હતા. જોરદાર ફુંકાતા પવનના કારણે આગ જલદીથી બુજાવી શકાય એવું લાગતું નહતું. બુધવાર ાસંજ સુધીમાં તો છ જેટલા મકાનો બળીને ખાક થઇ ગયા હતા અને શહેરના સૌથી મોંઘા અને વૈભવી વિસ્તારમાંથી લોકોએ હિજરત શરૃ કરી હતી.

લોસ એન્જીલીસ ફાયર વિભાગે કહ્યું હતું કે માત્ર પાંચ ટકા આગને જ બુજાવી શકાઇ હતી. આગ પર કાબુ મેળવવા માટે ૧૭૭૦ ફાયર ફાઇટર્સ અને પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા.જો કે જાનહાનીનો અહેવાલ મળ્યો નહતો. હજુ પણ ૧૨૦૦ લોકો પર જોખમ હોવાનું કહેવાય છે.

Post Comments