Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇ હુમલાના માસ્ટર માઇડ હાફિઝને મોટો ફટકો,મિલ્લી મુસ્લિમ લીગની નોંધણી ફગાવાઇ

-પાકિસ્તાનમાં ૨૩ જુલાઇએ ચૂંટણી

-સિક્યોરિટી કલિયરન્સ મેળવવામાં નિષ્ફળ જતાં પક્ષનું રજિટ્રેશન જ ના થયું

ઇસ્લામાબદ, તા.૧૩

ખુંખાર આતંકી તેમજ મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ રાજકારણમાં  પ્રવેશે તે પહેંલા જ એને મોટો ઝાડકો લાગ્યો હતો. પાક. ચૂંટણી પંચે હાફીઝના પક્ષ મિલ્લી મુસ્લિમ લીગ પક્ષની નોંધણી ફગાવી હતી.પરિણામે હાફીઝના ઉમેદવારો હવે આ પક્ષ તરફથી ચૂંટણી નહીં લડી શકે. હાફીઝે તેમની સંસ્થા જમાત ઉદ દાવાનું નામ બદલીને મિલ્લી મુસ્લિમ લીગ રાખ્યું હતું.મિલ્લી મુસ્લિમ લીગ સીક્યોરિટી કલિયરન્સ મેળવવામાં નિષ્ફળ જતાં પક્ષનું રજીટ્રેશન થઇ શક્યું નહતું.

હવે હાફીઝ સઇદ પાસે તેના ઉમેદવારોને અપક્ષ અથવા તો અન્ય નાના પક્ષોના પ્રતિક પર ચૂંટણી લડવી પડશે અથવા તો તેમની સાથે જોડાણ કરવું પડશે. હાફીઝ આગામી સામાન્ય ચૂંટણીમાં ૨૦૦ ઉપરાંત ઉમેદવારોને મેદાનમાં ઉતારવા વિચારે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ચૂંટણી પંચે મિલ્લી મુસ્લિમ લીગને લાહોરની એનએ-૧૨૦ બેઠકની પેટા ચૂંટણીમાં પણ  પ્રતિબંધ લાદ્યો હતો. પરિણામે તેમના ઉમેદવારને અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડી હતી. જો કે પ્રચાર દરમિયાન હાફીઝના ફોટોનો ખૂબ ઉપયોગ કરાયો હતો.


મુંબઇ હુમલા પછી હાફીઝને પક્ષે વિશ્વને મુરખ બનાવવાના પ્રયાસમાં પોતાની સંસ્થાનું નામ   લશ્કર એ તૈયબા બદલીને  જમાત ઉદ દાવા  રાખ્યું હતું. ત્યાર પછી  તેહરીક એ હુરમતે રસુલ રાખ્યું હતું. તેની ઉપર પણ પ્રતિબંધ લદાતા અંતે  મિલ્લી મુસ્લિમ લીગ નામ રાખીને રાજકારણમાં પ્રવેશવા નક્કી કર્યું હતું. ૨૦૧૭ ઓગસ્ટમાં હાફીઝે આ નામ રાખ્યું હતું.

તેનું સપનું છે કે ચૂંટણી જીતી તે પાક.નો વડા પ્રધાન બને. જો કે ચૂંટણી પંચે તેની તમન્ના પર પાણી ફેરવી દીધું છે. અગાઉ અમેરિકાએ અને ત્યાર પછી ચીને પણ હાફીઝનની સંસ્થા પર પ્રતિબંધની માગ કરી હતી. ચીને તો કહ્યું હતું કે પાકે. આ મુસીબતને બહાર ફેંકી દેવી જોઇએ. હફીઝના કારણે પાક.ને આગામી દિવસોમાં જે મુશ્કેલી પડશે તેમાં ચીન કોઇ જ મદદ નહીં કરી શકે.

Post Comments