Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું આપ જાણો છો આપણા પાસપોર્ટનો રંગ વાદળી કેમ છે?

- જાણો પાસપોર્ટના રંગ અને તેના પાછળના કારણ વિશે

અમદાવાદ, તા. 21 માર્ચ 2017, મંગળવાર

આપમાંથી ઘણાબધા લોકો પાસે ભારતીય પાસપોર્ટ હશે પરંતુ શું આપે ક્યારે વિચાર્યું છે કે આપણા પાસપોર્ટનો રંગ વાદળી જ કેમ હોય છે. શું દુનિયામાં કોઈ અન્ય રંગના પાસપોર્ટ પણ હોય છે કે નહી? આજે આપને જણાવી દઈએ કે આપણા પાસપોર્ટનો રંગ વાદળી કેમ હોય છે, અને દુનિયામાં કેટલા રંગના પાસપોર્ટ છે અને તેમનો રંગ કઈ રીતે નક્કી કરવામાં આવે છે. દુનિયામાં પાસપોર્ટ ચાર રંગોમાં જોવા મળે છે લાલ, વાદળી, લીલી અને કાળો.

વાદળી રંગનો કેમ છે ભારતીય પાસપોર્ટ
વાદળી રંગ શાંતિનો પ્રતિક છે અને CA-4 સંધી વાળા દેશ વાદળી રંગના પાસપોર્ટનો ઉપયોગ કરે છે. વાદળી રંગ 'નવી દુનિયા' નું પણ પ્રતિક માનવામાં આવે છે અને આ કારણોસર ભારતનો પાસપોર્ટ વાદળી રંગનો હોય છે. આ ઉપરાંત 15 કેરેબિયન દેશોના પાસપોર્ટનો રંગ પણ વાદળી છે. દક્ષિણ અમેરિકી દેશોના પાસપોર્ટનો રંગ માર્કાસુર નામના ટ્રેડ યુનીયન સાથે તેમના સંબંધોની પ્રતિક છે એટલા માટે વાદળી છે. તેમા બ્રાઝીલ, આર્જેન્ટીના અને પેરુગ્વે પણ સામેલ છે. જો કે વેનેઝુએલા તેમાં અપવાદ છે જ્યાંના પાસપોર્ટનો રંગ લાલ છે. અમેરિકાએ પાસપોર્ટ માટે વાદળી રંગને 1976માં અપનાવ્યો હતો.

લાલ રંગનો પાસપોર્ટ
સામ્યવાદી ઈતિહાસ અથવા જ્યાં પણ સામ્યવાદી સિસ્ટમ છે એવા વધુ પડતા દેશોએ લાલ રંગનો પાસપોર્ટ અપનાવ્યો છે. સ્લોવેનિયા, ચીન, સર્બિયા, રશિયા, લાતવિયા, રોમાનિયા, પોલેન્ડ અને જ્યોર્જિયાના નાગરિકો પાસે લાલ રંગનો પાસપોર્ટ હોય છે. ક્રોએશિયા ઉપરાંત યુરોપિયન યુનીયનના સભ્ય દેશોના પાસપોર્ટ પણ લાલ રંગ સાથે મળતા આવે છે. યુરોપિયન યુનીયનમાં સામેલ હોવાના ઇચ્છુંક દેશો જેવા કે તુર્કી, મકદોનિયા અને અલ્બેનિયાએ થોડાક વર્ષો પહેલા લાલ રંગના પાસપોર્ટને અપનાવ્યો છે. બોલીવિયા, કોલંબિયા, ઇક્વેડોર અને પેરુના પાસપોર્ટ લાલ છે.

લીલા રંગનો પાસપોર્ટ
લીલા રંગને પૈગંબર મોહમ્મદનો પસંદગીનો રંગ માનવામાં આવે છે. વધુ પડતા મુસ્લિમ દેશો જેવ કે મોરોક્કો, સાઉદી અરબ અને પાકિસ્તાનનો પાસપોર્ટ લીલા રંગનો છે. લીલા રંગને પ્રકૃતિ તથા જીવનનું પ્રતિક કહેવાય કે એટલા માટે ઘણા પશ્ચિમી આફ્રિકી દેશો જેવા કે બુર્કીના ફાસો, નાઇજીરીયા, નાઈજર, આઈવરી કોસ્ટ અને સિનેગલના પાસપોર્ટનો રંગ લીલો છે. લીલા રંગ એકોવાસ એટલે કે ઇકોનોમિક કોમ્યુનીટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ સાથે સંબંધોને પણ દર્શાવે છે.

કાળા રંગનો પાસપોર્ટ
આમ તો ખુબજ ઓછા દેશોનો પાસપોર્ટનો રંગ કાળો છે. જેવા કે આફ્રિકી દેશો બોત્સવાના, ઝામ્બિયા, બુરુન્ડી, ગેબન, અંગોલા, કોન્ગો, માલાવી વગેરેનો પાસપોર્ટ કળા રંગનો હોય છે. ન્યુઝીલેન્ડનો રાષ્ટ્રીય કલર બ્લેક છે એટલા માટે ત્યાંના નાગરિકો પાસે પણ કળા રંગનો પાસપોર્ટ છે.

એક દેશમાં કેમ વિવિધ રંગના પાસપોર્ટ
દુનિયાના અમુક દેશો પોતાના ડિપ્લોમેટ્સ, સરકાર અને સાશન સાથે જોડાયેલા અધિકારીઓ માટે અલગ રંગનો પાસપોર્ટ જાહેર કર્યો છે. જેથી પાસપોર્ટના રંગથી તે વ્યક્તિ અને તેના પદનું મહત્વ સરળતા થી ઓળખવામાં આવી શકે. ભારતમાં પણ પાસપોર્ટની ત્રણ કેટેગરી છે, મરુન રંગનો ડિપ્લોમેટીક પાસપોર્ટ, સફેદ રંગનો ઓફિશિયલ પાસપોર્ટ અને રેગ્યુલર પાસપોર્ટ વાદળી રંગનો હોય છે.

Post Comments