Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કિમ જોંગ 'વડીલ' ટ્રમ્પના સન્માનમાં સાત મિનિટ વહેલા બેઠકમાં ગયા

- ટ્રમ્પ અને કિમ જોંગે અનોખી રીતે એકબીજાનું સન્માન કર્યું

- ટ્રમ્પે ઉ. કોરિયનોને પ્રિય લાલ રંગની ટાઇ પહેરીને બેઠકમાં ભાગ લીધો

તા. 12 જૂન 2018, મંગળવાર

સિંગાપોર બેઠકમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગે એકબીજાનું અનોખી રીતે સન્માન કર્યું હતું. કિમ જોંગ કોરિયન પરંપરા પ્રમાણે ૭૧ વર્ષીય 'વડીલ' ટ્રમ્પના સન્માનમાં સાત મિનિટ વહેલા બેઠકમાં પહોંચી ગયા હતા. એવી જ રીતે, ટ્રમ્પે ઉત્તર કોરિયનોને પ્રિય એવા લાલ રંગની ટાઇ પહેરીને આ બેઠકમાં ભાગ લીધો હતો.

દક્ષિણ કોરિયન એજન્સીઓએ રાખેલા રેકોર્ડ્સ પ્રમાણે કિમ જોંગ ઉનનો જન્મ આઠમી જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ થયો હતો. આ તારીખ પ્રમાણે કિમ જોંગ હાલ ફક્ત ૩૫ વર્ષના છે. કિમ જોંગ ઉત્તર કોરિયાના ત્રીજા સુપ્રીમ લીડર છે.  આ પહેલાં તેમના પિતા કિમ જોંગ ઇલ અને તેમના દાદા કિમ સંગ ઉ. કોરિયાના સુપ્રીમ લીડર રહી ચૂક્યા છે.

પાક.નો ઉલ્લેખ કર્યા વિના સિંગાપોર બેઠક મુદ્દે ભારતનું નિવેદન
ઉ. કોરિયા જેવી પરમાણુ-બંધી અમારા પાડોશી દેશમાં પણ કરો : ભારત
ઉત્તર કોરિયા અને અમેરિકાના પરમાણુ નિશસ્ત્રીકરણ અને સંપૂર્ણ સુરક્ષાના પરસ્પરના વચનોને વિશ્વભરના દેશોએ આવકાર્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, સિંગાપોરની બેઠક એક હકારાત્મક પગલું છે. કોરિયન ઉપખંડમાં વાટાઘાટોની મદદથી શાંતિ અને સંતુલનના કોઇ પણ પ્રયાસને ભારતે હંમેશા આવકાર્યો છે. 

આ નિવેદનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિના ભારતે કહ્યું હતું કે, અમને આશા છે કે, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે થયેલી સંધિનો અમલ થશે. અમે ઇચ્છીએ છીએ કે, ઉત્તર કોરિયા જેવા પરમાણુ નિશસ્ત્રીકરણ કરારનું વિસ્તરણ ભારતના પાડોશી દેશો સુધી પણ થાય.

આ દરમિયાન દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જેએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક પ્રસંગથી શીત યુદ્ધનો સંપૂર્ણ અંત આવ્યો છે. હું આ બેઠક માટે અમેરિકા અને ઉત્તર કોરિયાને હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. હું ટ્રમ્પ અને કિમ જોંગની હિંમત અને કૃતનિશ્ચયતાને પણ બિરદાવું છું.

Post Comments