Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર કોરિયા સાથે યુદ્ધ છેડવું આગમાં હાથ નાખવા બરાબર : કિમ જોંગ

- અમેરિકાએ ઉ. કોરિયા પરથી ફરી બોમ્બર પ્લેન ઉડાવતાં કિમ છંછેડાયા

- રાક્ષસ ટ્રમ્પે અમને છંછેડી બહુ મોટી ભૂલ કરી છે : ઉત્તર કોરિયા વિશ્વના ભલા માટે ઉ. કોરિયાને પાઠ ભણા

વોશિંગ્ટન, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે તકરાર વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઉત્તર કોરિયા પરથી બોમ્બર વિમાનો ઉડાવ્યાના બીજા દિવસે હવે ઉત્તર કોરિયા વિફર્યું છે. ઉત્તર કોરિયાએ ચેતવણી આપતા કહ્યું છે કે અમારી સાથે લડવું એટલે આગમાં હાથ નાખવા બરાબર છે. ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉને આ ધાકધમકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપી હતી.

કિમ જોંગે ટ્રમ્પને કહ્યંુ હતું કે અમારી સાથે યુદ્ધ કરવું એટલે આગ સાથે મરવા બરાબર છે, જો અમેરિકા કોઇ પણ પ્રકારની હરકત કરશે તો તેણે કિંમત ચુકવવી પડશે. ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન રી યોંગ હોએ રશીયાની ન્યૂઝ એજન્સી ટાસ સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના પરમાણુ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતી છે, પણ જો અમેરિકા અમને છંછેડશે તો અમે ચુપ નહીં રહીએ.

અગાઉ કિમ જોંગના આ મંત્રીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રાક્ષસ કહ્યા હતા. ટ્રમ્પે ધમકી આપી હતી કે ઉત્તર કોરિયાને એવો પાઠ ભણાવીશું કે સંપૂર્ણપણે નાશ થઇ જશે. ટ્રમ્પની આ ધમકી બાદ ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે ટ્રમ્પે યુદ્ધની સ્થિતિ ઉભી કરવા બળતામાં ઘી હોમ્યુ છે. ઉત્તર કોરિયાએ હવે સામે ધમકી આપતા કહ્યું છે કે જો અમારા પર અમેરિકા હુમલો કરશે તો ભયાનક જવાબ આપીશું કેમ કે અમેરિકા આગની સાથે રમી રહ્યું છે.

હાલ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. કિમ જોંગની ધમકી બાદ હવે ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે જે સાચુ હશે તે કરીશ, ઉત્તર કોરિયા હદ વટાવી ચૂક્યું છે.
 

Post Comments