Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ચર્ચનાં નવ અશ્વેત સભ્યોની હત્યા કરનાર શ્વેત હત્યારા ડાયલાનને ફાંસી

- ૨૨ વર્ષના ડાલાન રૃફે કોર્ટમાં પોતાનો બચાવ કે અફસોસ પણ વ્યક્ત કર્યો નહીં

(પીટીઆઇ)     ચાર્લ્સન, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
બાઇબલના અભ્યાસ દરમિયાન ચર્ચના અશ્વેત સભ્યો પર ઘાતક હુમલો કરીને નવ સભ્યોને મારી નાંખનાર અને જરાય અફસોસ વ્યક્ત  નહી કરનાર ડાયલાન રૃફને ફાંસીનના સજા આપવામાં આવી હતી, આમ ફેડરલ હેટ ક્રાઇમ દ્વારા ફાંસીની સજા મેળવનાર રૃફ પ્રથમ વ્યક્તિ બન્યો હતો. ચુકાદો આપતા પહેલાં જ્યુરીએ ત્રણ કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. અંતે ૨૨ વર્ષના શ્વેત અને જરાય અફસોસ વ્યક્ત ના કરનાર કે પોતાનો બચાવ પણ ના કરનાર રૃફને ફાંસીની સજા આપી હતી.

  સજા સંભળાવવામાં આવી ત્યારે એણે પોતે જ પોતાની વકાલત કરી હતી અને  માફીની માગ કરી નહતી કે હત્યાકાંડ અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો નહતો.ચુકાદાના થોડા સમય પહેંલા પણ રૃફે કહ્યું હતું કે 'મને હજુ પણ એમ જ લાગે છે કે મારે એ કામ કરવાનું જ હતું'. મારી નાંખવામાં આવેલા લોકોમાં ચર્ચના પાસ્ટર અને સ્ટેટ સેનેટર તેમજ સમાજના મોભી રેવ. ક્લેમેન્ટ પિનેકી, હાઇસ્કુલના રમતગમતના કોચ, ચર્ચના સેક્ટોન, એક લાયબ્રેરિયન અને આશાસ્પદ કવીનો સમાવેશ થતો હતો.

 આ તમામ લોકો ચર્ચ પ્રત્યે ભારે ઉંડાણપૂર્વકની શ્રધ્ધા ધરાવતા હતા અને પોતાના પરિવારને પણ પ્રાર્થના કરવા કહેતા હતા.  હુમલાના કેટલાક દિવસો પછી જ્યારે તે કોર્ટમાં આવ્યો હતો ત્યારે તે પૈકીની કેટલાકે રૃફને માફ કર્યો હતો. રૃફે જ્યારે ગઇકાલે બોલવાની શરૃઆત કરી હતી ત્યારે કોર્ટના જૂનિયર વકીલો એની તરફ જોતા હતાં.

Post Comments