Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઠુઆ રેપ-હત્યાની ઘટના અમાનવીય, તાત્કાલીક અપરાધીઓને સજા કરો : સંયુક્ત રાષ્ટ્ર

- ભારતની વૈશ્વિક સ્તરે બદનામી

- આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટના આધારે સંયુક્ત રાષ્ટ્રએ કઠુઆ કેસની ગંભીર નોંધ લીધી

સંયુક્ત રાષ્ટ્રો, તા.14 એપ્રિલ 2018, શનિવાર

કાશ્મીરના કઠુઆમાં બાળકી પર રેપ અને હત્યાના કેસની ચર્ચા માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ થઇ રહી છે. આ કેસને કારણે ભારતે ભારે બદનામીનો પણ સામનો કરવો પડયો હતો. સમગ્ર મામલો સંયુક્ત રાષ્ટ્રમાં પણ પહોંચી ગયો છે. યુએનના વડાએ આ ઘટનાની નિંદા કરી હતી સાથે મોદી સરકાર સમક્ષ માગ કરી હતી કે જે પણ આરોપીઓ છે તેની વિરુદ્ધ કડક પગલા લેવા જોઇએ.

સંયુક્ત રાષ્ટ્રમાં બોલતી વેળાએ અધ્યક્ષ એન્ટોનિયો ગટેરસે જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટ પરથી જાણ થઇ કે કેવી રીતે ભારતમાં કાશ્મીરમાં એક બાળકી સાથે અતી અમાનવીય ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અમને આશા છે કે ભારત સરકાર આ બાળકી સાથે ન્યાય કરશે અને જે પણ અપરાધીઓ છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં તેઓએ આ નિવેદન કર્યુ હતું.

ભારતને લઇને ઘણા સમય બાદ સંયુક્ત રાષ્ટ્રએ આ પ્રકારનું નિવેદન કર્યું છે. બાળકી પર રેપ અને હત્યાની આ ઝઘન્ય ઘટનાની આંતરરાષ્ટ્રીય અખબારો અને મીડિયાએ પણ નોંધ લીધી છે, જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બહુ જ બદનામી પણ થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના બાદ મૌન તોડયું હતું અને જણાવ્યું હતું કે જે પણ અપરાધીઓ છે તેમની વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવશે.

Post Comments