Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આતંકી જૂથ આઇએસ અલકાયદા જેવા જૂથો આતંકી હૂમલા 'આઉટસોર્સ' કરે છે

- યુએનના એનાલિટિકલ સપોર્ટ મોનિટરિંગનો રિપોર્ટ

- અફઘાનિસ્તાનમાં અલકાયદા તાલિબાની ઝૂંબેશને સાથ આપી સ્થાનિક મદદ પણ મેળવી લેતું હોવાનો દાવો

યુએન, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

કુખ્યાત આતંકી જૂથ આઇએસ અફઘાનિસ્તાનમાં સથીદારોની પસંદગી કરી પાકિસ્તાનના તોયબા અને જમાલે અહરર જેવા જૂથોને આતંકી હૂમલા કરવાનું કામ આઉટસોર્સ કરે છે તેમ યુએનના એક રિપોર્ટમાં જણાવ્યું હતું.

એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્કશન મોનિટરિંગ ટીમે આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં અલકાયદા જૂથ આઇએસ સાથે સ્પર્ધામાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અલકાયદાના હાલના વડા અલમાન ઝવાહીટી હજી અફઘાનિસ્તાન સરહદે હોવાનું મનાય છે.

ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અફઘાનિસ્તાનમાં સાથીઓ અલ કાયદા જેવા જૂથોનો સાથ લઈને હુમલા કરવાનું કામ સોંપે છે. આમ બધા આતંકી જૂથો એકબીજાને સહકાર આપતી હોવાનું જણાવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિ વધારવા અલકાયદા પણ તાલિબાની ઝુબેશમાં જોડાયું છે જેને કારણે સ્થાનિક સહકાર જળવાઈ રહે. અફઘાનિસ્તાનના આતંકીઓ આ રીતે આઇએસનો ઓપરેશનલ સપોર્ટ મેળવે છે.
 

Post Comments