Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇરાનના ભૂકંપનો મૃત્યુઆંક ૫૫૦ને પાર, ૧૫૦૦૦ મકાનનો સંપૂર્ણ નાશ

- ૭.૩ના ભૂકંપના બીજા દિવસે પણ ઇરાનમાં અફડાતફડી

- ઘાયલોની સંખ્યા વધીને ૭૫૦૦ને પાર, હોસ્પિટલો પણ ધ્વંશ થઇ જતાં લોકો લાચાર

૨૦૦૦ ગામડાં અને ૧૨ મોટાં શહેર ભૂકંપના ભરડામાં, અનેક ગામડાં નકશામાંથી જ ભૂંસાઇ ગયાં
તેહરાન, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

સોમવારે ઇરાન અને ઇરાક સરહદે દસકાનો સૌથી ભયાનક ભુકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં મરનારાની સંખ્યા વધીને હવે ૫૫૦ સુધી પહોંચી ગઇ છે. અગાઉ આ આંકડો ૪૬૦ હતો, એટલે કે વધુ આશરે ૧૦૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે.

૭.૩ની તીવ્રતાના આ ભયાનક ભૂકંપમાં મરનારાની સંખ્યા વધી શકે છે કેમ કે આશરે ૭૫૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે અને ઇરાનમાં હોસ્પિટલની પણ ભારે અછત ઉભી થઇ ગઇ છે, જેને પગલે લોકોને સારવાર નથી મળી રહી છે. પાડોશી દેશ તુર્કીએ મદદ માટે ૩૫થી પણ વધુ ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલી છે.

૭.૩ની તીવ્રતાના આ ભૂકંપની ઇરાકમાં થોડી અસર થઇ છે પણ સૌથી વધુ ઇરાન પર આફત આવી છે. સાર્પોલ-એ-ઝહબ પ્રાંતમાં લોકો વધુ મોતને ભેટયા છે. આ પ્રાંતમાં આવેલી હોસ્પિટલો પણ લગભગ નાશ પામી છે, જેને પગલે સારવાર માટે અન્ય નજીકના શહેરોમાં લઇ જવામાં આવી રહ્યા છે. આ પ્રાંતમાં અત્યાર સુધીમાં ૧૫૦ લોકોના મૃતદેહોની અંતીમ વીધી કરવામાં આવી છે.

ઇરાનના રેડ ક્રેસેન્ટ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એવી શક્યતાઓ છે કે ગ્રામીણ વિસ્તારોમાં વધુ જાનહાની થઇ હોવાથી હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. આશરે સાત શહેરો અને ૨૦૦૦થી પણ વધુ ગામડા આ ભૂકંપની લપેટમાં આવી ગયા છે. આશરે ૧૫,૦૦૦ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

જ્યારે અન્ય ૨૦,૦૦૦ જેટલા મકાનોને નુકસાન થયું છે. નવાઇની વાત તો એ છે કે કેટલાક ગામડા તો નકસાનામાંથી જ નીકળી ગયા હોય તેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.  ગઇ કાલે ઘાયલોની સંખ્યા ૭૦૦૦ જેટલી હતી જેમાં આજે ૫૦૦નો વધારો થયો છે. હાલ પણ સર્ચ ઓપરેશન જારી છે અને અનેક મૃતદેહો મળી આવ્યા છે. સ્થાનિકો પણ સૈન્ય અને રેસ્ક્યૂ ટીમની મદદ માટે આગળ આવ્યા છે.

Post Comments