Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.ના બે રાજદૂત વતન પરત ફરતી વખતે અફઘાનિસ્તાનમાંથી ગૂમ

- શુક્રવારે લાપતા બનેલા રાજદૂતોને શોધવા અફઘાનિસ્તાની ત્રણ ટીમો તૈનાત

લાહોર, તા.18 જૂન, 2017, રવિવાર
 
પૂર્વ અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં આવેલા પાકિસ્તાનના દૂતાવાસના બે રાજદૂતો જ્યારે પોતાના વતન જવા રવાના થયા હતા ત્યારે શુક્રવારથી લાપતા બન્યા હતા, એમ પાક.ના વિદેશ મંત્રાલયે આજે કહ્યું હતું.
તેમના ગાયબ થવા પાછળ કોનો હાથ હોઇ શકે એ અંગે પાકે. કોઇ જ અટકળ કરી નહતી, પરંતુ  અફઘાનિસ્તાન સ્થિત અનેક જેહાદી જુથોએ ભૂતકાળમાં રાજદૂતોને નિશાન બનાવ્યા હતા.
'પાકિસ્તાને અફઘાનિસ્તાનને  વિનંતી કરી હતી કે લાપતા બનેલા રાજદૂતોને શોધવા માટે તમા પ્રયાસો હાથ ધરવા જોઇએ અને આરોપીઓ સામે કાયદાકીય રીતે કામ ચલાવવું જોઇે' એમ વિદેશ મંત્રાલયે એક વિનેદનમાં કહ્યું હતું. ઇસ્લામાબાદે કહ્યું હતું કે અફધાનિસ્તાને રાજદૂતોને શોધવા માટે ત્રણ ટીમો બનાવી હતી. તાજેતરના વર્ષોમાં કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચેના સબંધો તંગ બન્યા હતા. બન્ને દેશો એકબીજા પર આતંકવાદને ખતમ કરવા સંતોષકારક કામગીરી ના કરી હોવાના આક્ષેપો કર્યા હતા.
તો અફઘાનિસ્તાને પાક. પર અફઘાન કમાન્ડરો જે સરહદી વિસ્તારોમાં અડ્ડા જમાવીને બેઠા છે તેમને પકડવા પુરતા પગલાં નહીં લીધા હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે ઇસ્લામાબાદે આવા તમામ આરોપો નકારી કાઢ્યા હતા. ઇસ્લામાબાદે પણ કાબુલ પર એવા આક્ષેપો કર્યા હતા જેમને પાક.માંથી કાઢી મૂક્યા હતા તેવા તાલીબોનો સામે પાકે. કોઇ જ કાર્યવાહી કરી નથી.
 

Post Comments