Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકન નેવીના સાત લાપતા નાવિકના મુત્યદેહ મળ્યા: હજુ પણ અસંખ્ય લાપતા

- ટક્કર પછી અનેક નાવિકોના મૃત્યદેહ પાણીમાં અને કન્ટેનરોમાં તરતા જોવા મળ્યા હતા

યોકોસુકા, તા.18 જૂન, 2017, રવિવાર
 
જાપાનના દરિયા કિનારે એક કન્ટેનર સાથે અથડાયા પછી અમેરિકન જહાજના લાપતા નાવિકોના મૃત્યદેહ આજે મળ્યા હતા, પરંતુ હજુ પણ અસંખ્યા નાવિકો લાપતા હોવાનું અમેરિકન નેવીએ કહ્યું હતું.  અમેરિકન વહાણ ફિત્ઝગેરાડ ગઇ કાલે ખૂબ મહાકાય સ્ટીમર સાથે અથડાતા અનેક સૈનિકો લાપતા થઇ ગયા હતા. મૃત્ય પામેલા સૈનિકો છેલ્લા ૨૪ કલાક કરતાં વધુ સમયથી લાપતા હતા.
' અમેરિકન જહાજ અને ફિલીપાઇન્સના વહાણ વચ્ચે થયેલી ટક્કર પછી અનેક નાવિકોના મૃત્યદેહ પાણીમાં અને કન્ટેનરોમાં તરતા જોવા મળ્યા હતા'એમ યુએસ-૭ એ એક નિવેદનમાં જણાવ્યું હતું. અથડામણ  દરમિયાન નુકસાન પામેલા જહાજમાંથી સૈનિકોને શોધવા રાહત અને બચાવની ટુકડીઓ કામે લાગી હતી. તરતા કન્ટેનરોમાંથી કેટલાક મૃત્યદેહ મળી આવ્યા હતા'એમ તેમણે નિવેદનમાં જણાવ્યું હતું.મૃત્યદેહોને નવલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં તેમના ઓળખ કરાશે.
જાપાનના સરકારી માધ્યમોએ અગાઉનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જેમાં સાત અમેરિકન નાવિકો લાપતા હતા. આજે તેમના મૃત્યદેહ મળી આવ્યા હતા તે સમાચાર  પ્રસિધ્ધ કરાયા હતા. ટક્કરના કારણે બન્ને વહાણોને ભારે નુકસાન થયું હતું. ૨૨૨ મીટર લાંબા ફિલાપાઇન્સના વહાણને કોઇ જ નુકસાન થયું નહતું. માર્યા ગયેલાઓના પરિવારને તેમના અવસાનના સમાચાર આપવામાં આવી રહ્યા હતા.

Post Comments