Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વમાં સૌથી વધુ ૧૧ કિ.મી. ઊંડાઇ ધરાવતો મારિયાના ટ્રેંચ પણ પ્રદૂષિત

- પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલો

- દુર્ગમ ગણાતો મારિયાના ટ્રેંચ પણ નકામી ચીજો અને રસાયણોથી બાકાત ન રહયો

લંડન, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલો મારિયાના ટ્રેંચ વિશ્વમાં સૌથી વધુ ૧૧ કિમી ઉંડાઇ ધરાવે છે.જેના તળિયે સૂર્યપ્રકાશ નહી બરાબર પહોંચે છે તે હવે માણસ દ્વારા થતા પ્રદૂષણનો ભોગ બન્યો છે.૨,૫૫૦ કિમીની લંબાઇ ધરાવતા આ ટં્રેચમાંથી તાજેતરમાં મળી આવેલું કેમિકલનું ઉંચું પ્રમાણ તેની સાબીતી છે.એક રોબોટિક સબમરીને દરિયાના ઉંડાણમાં તરતા કચરાની માહિતી અને ફોટાગ્રાફી પણ કરી છે.
 
આ સમગ્ર સંશોધનનું નેતૃત્વ કરી રહેલા ઇગ્લેન્ડની ન્યૂકાસલ યુનિર્વસિટીના એલન જેમિસન કહે છે કે સામાન્ય રીતે માનવામાં આવતું હતું કે વિશ્વમાં દરિયાઇનો સૌથી ઉંડાણવાળો દુગર્મ વિસ્તાર કુદરતી રીતે જળવાઇ રહયો હોવો જોઇએ પરંતુ માનવિય હસ્તક્ષેપથી તે પણ બાકાત રહી શકયો નથી.
 
આમ અવકાશથી માંડીને પાતાળ સુધી પ્રદૂષણ ફેલાતું જાય છે.વૈજ્ઞાાનિકોને એવા પદાર્થોની પણ હાજરી મળી જેના પર ૧૯૭૦માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.જેમાં પીઓપી એટલે કે પરસિસ્ટેંટ ઓર્ગેનિક પોલ્યુટેન્ટસ  અને લો સોડિયમ સ્પામનો પણ સમાવેશ થાય છે.
 
કુદરતી રીતે જલદીથી વિઘટિત નહી થતા પીઓપીનું ઉત્પાદન ૧૯૩૦ થી ૧૯૭૦ના ગાળા દરમિયાન મોટા પાયે થતું હતું.એક અંદાજ મુજબ પીઓપીના કુલ જથ્થાનો એક તૃતિયાંશ એટલે કે સમુદ્રમાં ભળી ચુકયો છે.અત્રે ઉલ્લેખનિય છે કે પીઓપી  કેનેડાના આર્કિટેકની કિલર વ્હેલો અને પશ્ચીમી યુરોપની ડોલ્ફિનમાં પણ મળી આવતું હતું.
 
મારિયાના ટ્રેચના એક ઢાળને સાઇરેના ડિપ પણ કહેવામાં આવે છે.સંશોધક વૈજ્ઞાાનિકોએ સાઇરેના ડિપમાં બિયરના કેન,ટિનના ડબ્બા અને પ્લાસ્ટિકની બેગ પણ મળી આવી હતી.આમ માણસ દ્વારા ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવતી ચીજો અને રસાયણોએ વિશ્વના સૌથી દુર્ગમ ગણાતા મારિયાના ટ્રેંચને પણ પ્રદૂષિત કર્યો છે ત્યારે અન્ય દ્વીપો અને દરિયાકાંઠાઓની સ્થિતિનો પણ અભ્યાસ કરવાની તાતી જરુરીયાત છે.

Post Comments