Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અફઘાનિસ્તાનમાં તાલીબાનો પોલીસ મથકે ત્રાટકયા : છ અધિકારીઓના મોત

- સાત હુમલાખોરો પૈકી એકે કાર સહિત જાતને ઉડાડી દીધી

કાબુલ, તા.18 જૂન, 2017, રવિવાર
 
તાલીબાનોના આત્મઘાતી હુમલાખોરો આજે પૂર્વ અફઘાનિસ્તાનમાં એક ક્ષેત્રિય પોલીસ વડા મથકે ત્રાટક્યા હતા જેમાં પાંચ પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા. સાત હુમલાખોરો પૈકી એકે પોતાની જાતને ઉડાડી દેતાં અન્ય તાલીબાનો પોલીસ હેડ ક્વાર્ટરમાં ઘુસી ગયા હતા જ્યાં પ્રાંતિય ગવર્નરની ઓફિસ આવેલી છે, એમ આજે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
સ્પેશિયલ ફોર્સીસ ચાર હુમલાખોરોને ઠાર કર્યા હતા, પરંતુ બે હુમલાખોરો એ કલાકો સુધી સામનો કર્યો હતો, એમ કહીને નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતુ ંકે  માર્યા ગયેલાઓ ઉપરાંત ૧૩ નાગરિકો અને નવ પોલીસો ઘાયલ થયા હતા. શહેરની મધ્યમાં આવેલા હેડ ક્વાર્ટર પરનો હુમલો તાલીબાનોના રમઝાનમાં ત્રાટકવાના એક ભાગરૃપે હતો. આજે સવારે છ વાગે હુમલો કરાયો હતો. આ ઇમારતમાં પોલીસ કર્મીઓ અને પોલીસના ખાસ દળો તૈનાત હોય છે. 'એક હુમલાખોરે  ઇમારતના દરવાજા પાસે પોતાના વાહન સહિત પોતાની જાતને ઉડાડી દીધી હતી. આ તકનો લાભ લઇને અન્ય તાલીબાનો ઇમારતમાં ધુસી ગયા હતા અને સુરક્ષા દળો પર બેફાન ગોળીબાર કર્યો હતો' એમ ક્ષેત્રિય પોલીસ કમાન્ડરડો. શેર  મુહમ્મદે કહ્યું હતું. તાલીબાનોના પ્રવકતા ઝીઉલ્લાહ મુજાહિદે હુમલાની જવાબદારી લીધી હતી.' આજે સવારે આશરે ૬-૨૦ મિનિટે અમારા મુજાહેદિનો દ્વારા આત્મઘાતી શહાદતનો હુમલો કરાયો હતો. સૌ પહેલાં કારને ઉડાડી દેવામાં આવી હતી અને ત્યાર પછી અન્ય મુજાહેદિનો ઇમારતમાં ઘુસ્યા હતા અને  ગોળીબાર કર્યો હતો' એમ તેમણે કહ્યું હતું.

Post Comments